વર્ષ 2019માં 19 એપ્રિલ શુક્રવારના દિવસે ચૈત્રી પૂર્ણિમા આવે છે. તેમજ આ દિવસે હનુમાન જયંતીનો પર્વ પણ ઉજવવામાં આવે છે. શાસ્ત્રોનું માનીએ તો આ દિવસને શુભ અને પવિત્ર દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે તમે કોઈપણ નવો કાર્ય શરૂ કરી શકો છો. તેમજ આ દિવસે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિનો સયોગ હોવાથી હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી તમને વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
હનુમાન જયંતી શુભ મુહૂર્ત પૂજા વિધિ તેમજ હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાયો….

હનુમાન જયંતિ તિથિ તેમજ મુહૂર્ત:-
વર્ષ 2019 ચૈત્રી પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતીનો પર્વ 19 એપ્રિલ શુક્રવારના દિવસે આવે છે.
પૂર્ણિમા તિથિ આરંભ:- 18 એપ્રિલ 2019 ગુરૂવારના દિવસે સાંજે 7:26 મિનિટ.
પુર્ણિમા તિથિ સમાપ્ત:- 19 એપ્રિલ શુક્રવાર 4: 41 મિનિટ.

હનુમાન જયંતી વ્રત પૂજન વિધિ:-
શાસ્ત્રમાં હનુમાન જયંતીના વ્રત ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. રથ રાખે છે તે લોકો બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે સાથે સાથે અમુક નિયમોનું પાલન કરવાનું છે.
આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ભગવાન શ્રીરામ માતા સીતા તેમજ હનુમાન ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરીને તેની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ.
આ દિવસે હનુમાન ભગવાનને જનોઈ, સિંદુર તેમજ ચાંદીનું વક્ર ચડાવવાની માન્યતા છે.
પૂજાના સમયે હનુમાન ચાલીસા તેમજ બજરંગબાણનો પાઠ કરો શુભ માનવામાં આવે છે.
પ્રસાદ સ્વરૂપે ભગવાનને ગોળ, ચણા અને બેસનના લાડુ ચઢાવવામાં આવે છે.
હનુમાનજીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી વ્યક્તિને શત્રુ પર વિજય થાય છે ધન વૃદ્ધિ થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે.

હનુમાન જયંતી મહા ઉપાય:-
એવી માન્યતા છે કે બધા દેવોમાં હનુમાન ભગવાન જલદી પ્રસન્ન થઈ જાય છે. જે વ્યક્તિના આમાં મોટા સંકટોને દૂર કરે છે. હશે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટેના ચમત્કારી મહા ઉપાય.
1) ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતિના દિવસ સત્યનારાયણની પૂજા કથા પાઠ કરાવવો. જેનાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ હંમેશા બની રહેશે.
2) હનુમાન જયંતીના દિવસે જો સંભવ હોય તો હનુમાન મંદિરમાં જઇને હનુમાનજીની પ્રતિમા સામે દીવો કરીને હનુમાન ચાલીસાના પાઠ કરવો.
3) એવું માનવામાં આવે છે કે હનુમાનજીને સિંદૂર અથવા ચમેલીનું તેલ ચડાવવું જોઈએ જેનાથી તમારા દરેક સંકટ દૂર થશે.

4) પુર્ણિમા તિથિ હનુમાન જયંતીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. તેમજ જરૂર મંદ વ્યક્તિને દાન કરવું જોઈએ.
5) ઘરમાં શાંતિનું વાતાવરણ રહે તેવું કાર્ય કરવુ જોઈએ. ઘરમાં ઝઘડો ન કરવો
6) હનુમાનજીની પૂજા વખતે લાલ અને પીળા રંગના વસ્ત્રોનો પ્રયોગ કરવો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks