ધાર્મિક-દુનિયા

172 ઇતિહાસમાં સાળંગપૂર હનુમાન મંદિરના ઇતિહાસમાં પહેલીવાર બની અદ્દભુત ઘટના

હાલ દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે હનુમન જયંતીના દિવસે સાળંગપુર હનુમાનજી મંદિરમાં અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

Image source

બોટાદના વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીના દિવસે સોશિયલ ડિસ્ટન્સિંગ મુજબ મંદિરના સંતો દ્વારા આરતી કરવામાં આવી હતી. મંદિરના 172 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર દર્શનાર્થી વગર આરતી કરવામાં આવી હતી.

Image source

સાળંગપુરના વિખ્યાત હનુમાનજી મંદિરને 172 વર્ષ થયા છે. આ વર્ષે લોકડાઉન વખતે હનુમાન જયંતિના દિવસે વર્ષોની ચાલી રહેલી પરંપરા મુજબ જ મહાપુજા અને આરતી અને દાદાને શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુર હનુમાન મંદિરમાં પહેલીવાર દર્શનાર્થીઓ વગર હનુમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી રહેલી પરંપરા મુજબ વહેલી સવારે મંદિરમાં પૂજા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કષ્ટભંજન દેવનો અભિષેક કરવામાં આવ્યો હતો.

Image source

જણાવી દઈએ કે, સાળંગપુર મંદિરમાં દર વર્ષે યજ્ઞ માટે 700 પાટલા રાખવામાં આવે છે. જેના દ્વારા સમુહ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ કોરોનાના મહામારી વચ્ચે સરકારના આદેશ પ્રમાણે આ વર્ષે સમૂહ પૂજા બંધ રાખવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.