હનુમાન જયંતીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, દેવા મુક્ત થવા કરો આ ચમત્કારિક ઉપાય કરો, માલામાલ થઇ જશો

0

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે 19 એપ્રિલે હનુમાન જયંતી આવે છે. હનુમાન જયંતિ ખૂબ જ શ્રદ્ધાથી અને ભાવભક્તિથી ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ વખતે આ દિવસે હનુમાનજીનો જન્મ બે ખાસ નક્ષત્રોમાં થઇ રહ્યો છે. વર્ષો બાદ આ રીતના જ્યોતિષ નક્ષત્રને ભક્તો માટે ઘણા શુભ માનવામાં આવે છે. હનુમાન જયંતિએ ગજકેસરી યોગ અને ચિત્રા નક્ષત્ર બની રહયા છે. આ શુભ સંયોગમાં હનુમાનજીની આરોધના કરવાથી અને કેટલાક ઉપાયો કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એટલે જો તમે આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગતા હોવ કે પોતાની કોઈ મનોકામના પુરી કરવા માંગતા હોવ તો આ દિવસે શુભ મુરતમાં સંકટમોચન ભગવાન હનુમાનજીની પૂજા કરો.

Image Source

હનુમાન જ્યંતિનું શુભ મુરત –

હનુમાન જયંતિ પર આ વર્ષે બે ખાસ જ્યોતિષ નક્ષત્ર યોગ બની રહયા છે. પહેલું ચિત્રા અને બીજું ગજકેસરી યોગ. પંચાંગ અનુસાર 18 એપ્રિલે રાતે 9 વાગીને 23 મિનિટ પર ચિત્રા નક્ષત્ર પ્રારંભ થઇ જશે. આ નક્ષત્ર પછીના દિવસે એટલે કે 19 એપ્રિલે સાંજે 7 વાગીને 19 મિનિટ સુધી માન્ય રહેશે. જયારે બીજું નક્ષત્ર ગજકેસરી સૂર્યોદયથી જ પ્રારંભ થઇ જશે. આ બંને નક્ષત્ર વચ્ચે જ કેસરી નંદન ભગવાન હનુમાનનો જન્મ થશે.

Image Source

કઈ રીતે કરો હનુમાનજીની પૂજા –

હનુમાનજીની પૂજા અભિજીત મુરતમાં કરો. ઉત્તર-પૂર્વ દિશામાં ચોંકી પર લાગે કપડું રાખો. હનુમાનજી સાથે શ્રીરામજીની સ્થાપના કરો. હનુમાનજીને લાલ અને રામ ભગવાનને પીળા ફૂલો ચઢાવો. લાડવાની સાથે તુલસીના પાન પણ ચઢાવો. પહેલા શ્રીરામનો મંત્ર ‘રામ રામાય નમઃ’નો જાપ કરો અને પછી હનુમાનજીના મંત્ર ‘ૐ હં હનુમતે નમઃ’નો જાપ કરો.

આર્થિક લાભ અને દેવા મુક્ત થવા માટેના ઉપાય –

હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો કરો. હનુમાનજીને ગોળનો પ્રસાદ ચઢાવો. આ પછી હનુમાન ચાલીસાના 11 વાર પાઠ કરો. સંભવ હોય તો આ દિવસે ગળી વસ્તુઓનું દાન પણ કરો.

Image Source

જો માનમાંગ્યું ફળ પ્રાપ્ત કરવું હોય તો શુભ નક્ષત્રોનો લાભ ઉઠાવવો. હનુમાન જયંતિ પર ગજકેસરી યોગ અને ચિત્રા નક્ષત્ર બની રહયા છે. આ દરમ્યાન હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિને અત્યંત શુભ ફળ મળી શકે છે. આ સિવાય સુંદરકાંડ અને હનુમાન બાહુકનો પાઠ પણ કરવા જોઈએ જેનાથી લાભ થાય છે.

હનુમાન જયંતિ પર ભગવાનની કૃપા મેળવવા માટે સવારે અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરવા લાભદાયો સાબિત થઈ શકે છે.

હનુમાન જયંતીનો દિવસ હનુમાનજીના ભક્તો માટે મહાપર્વ સમાન હોય છે. આ દિવસે બજરંગબલીને વિધિ-વિધાન સાથે વસ્ત્રો અર્પણ કરવાથી દરેક બગડેલા કામ બની જાય છે અને સાધક પર હનુમાનજીની વિશેષ કૃપા થાય છે.

Image Source

જો તમે લાંબા સમયથી કોઈ પરેશાનીથી ઘેરાયેલા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે હનુમાન જયંતીના દિવસે સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા ધારણ કરીને કોઈ મંદિરમાં કે ઘરે હનુમાનજીની મૂર્તિ કે ફોટો સામે સિંદૂરી ચોલા ચઢાવો.

જો કોઈ કામમાં સતત અડચણ આવે છે અને બધી જ કોશિશો પછી પણ કામ નથી થઇ શકતું, તો હનુમાન જયંતીના દિવસે બજરંગબલીને અત્તર અને ગુલાબની માળા ચઢાવો.

હનુમાનજીને લાલ ફૂલ પ્રિય છે એટલે પૂજામાં લાલ ફૂલો જ ચઢાવો. ધ્યાન રહે કે હનુમાન ચાલીસાના પાઠ હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું કરીને જ કરવા જોઈએ.

બજરંગબલીને ભોગ લાગવ્યા બાદ હનુમાનજી સામે બેસીને તુલસીની માળાથી મંત્રોના જાપ જરૂર કરવા જોઈએ.

Image Source

વેપારમાં પ્રગતિ માટે હનુમાન જયંતિ પર સિંદુરી ચોલા ચઢાવવા જોઈએ.

સંકટોથી મુક્તિ મેળવવા માટે હનુમાન ચાલીસા, બજરંગ પાઠ અને હનુમાન કવચના પાઠ કરો.

હનુમાન જયંતિ પર હનુમાન મંદિર જઈને ભગવાન હનુમાનના દર્શન કરવા જોઈએ. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સાથે મનચાહી મનોકામના માંગો.

નોકરી અને પરીક્ષામાં સફળ થવા માટે હનુમાન જયંતિ પર બજરંગબલીને બૂંદીના લાડવા જરૂર ચઢાવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.