દિવસમાં એકવાર હનુમાન ચાલીસા બોલવાથી હનુમાનજીની ખુબ કૃપા રહે છે તમારી પર, ધનવાન અને મોક્ષ સરળ રીતે મળે છે – વાંચો હનુમાન ચાલીસાના ચમત્કારિક ફાયદાઓ

0

હનુમાન ચાલીસા મહાન કવિ તુલસીદાસે લખ્યા હતા, તેઓ પણ ભગવાન શ્રીરામના મોટા ભક્ત હતા અને હનુમાનજીમાં ખૂબ જ માનતા હતા. હનુમાન ચાલીસામાં 40 છંદ છે જેને કારણે તેને ચાલીસા કહેવામાં આવે છે. જોઈ કોઈ પણ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને ચાલીસા પાઠ કહેવામાં આવે છે. બાળપણથી જ આપણને શીખવવામાં આવે છે કે જો ક્યારેય પણ મન અશાંત લાગે કે પછી કોઈ વસ્તુથી ડર લાગે તો હનુમાન ચાલીસાના પાઠ કરો. આવું કરવાથી મન શાંત થાય છે અને ડર પણ નથી લાગતો. હિન્દૂ ધર્મમાં હનુમાન ચાલીસાનું ખૂબ જ મહત્વ છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિ ગ્રહ અને સાડા સાતીનો પ્રભાવ પણ ઓછો થાય છે.

Image Source

હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે. દરેક વ્યક્તિની અંદર હનુમાનજી જેવી જ સેવા-ભક્તિ વિદ્યમાન છે. હનુમાન ચાલીસા એક એવી રચના છે, જે હનુમાનજીના માધ્યમથી વ્યક્તિની અંદર વિદ્યમાન ગુણોનો બોધ કરાવે છે. છે. એના પાઠ અને મનન કરવાથી બળ બુદ્ધિ જાગૃત થાય છે. હનુમાન ચાલલીસાના પાઠ કરવાથી વ્યક્તિ ખુદ પોતાની શક્તિ, ભક્તિ અને કર્તવ્યનું આકલન કરી શકે છે. તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાના ખાસ મહત્ત્વો વિશે:

હનુમાન ચાલીસામાં ભગવાન હનુમાનના જીવનનો સાર છુપાયેલો છે, જેને વાંચવાથી જીવનમાં પ્રેરણા મળે છે. આ ફક્ત તુલસીદાસના વિચાર જ નહિ પણ તેમનો અટૂટ વિશ્વાસ છે. તેમના આ જ વિશ્વાસના કારણે ઔરંગઝેબે તેમને કેદી બનાવી લીધા હતા. ત્યાં બેસીને તેઓએ હનુમાન ચાલીસા લખ્યા હતા.

કહેવાય છે કે હનુમાન ચાલીસાને ડર, ભય, સંકટ કે કોઈ મુશ્કેલીઓ આવવા પર વાંચવાથી બધા જ કષ્ટો દૂર થઇ જાય છે. જો કોઈ વ્યક્તિ પર શનિનો સંકટ સાયો હોય તો એ વ્યક્તિએ હનુમાન ચાલીસા વાંચવા જોઈએ. તેનાથી તેમના જીવનમાં શાંતિ આવે છે.

Image Source

જો કોઈ વ્યક્તિને ખરાબ શક્તિઓ પરેશાન કરતી હોય તો તેને હનુમાન ચાલીસા વાંચવાથી મુક્તિ મળી જાય છે. કોઈ પણ અપરાધ કરવા પર જો તમને ગ્લાનિ અનુભવાતી હોય અને ક્ષમા માંગવા ઇચ્છતા હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

ભગવાન ગણેશજીની જેમ જ હનુમાનજી પણ કષ્ટ હરે છે. એવામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી લાભ મળે છે. હનુમાન ચાલીસા વાંચવાથી મન શાંત થાય છે, તણાવ મુક્ત થઇ જાય છે. સુરક્ષિત યાત્રા માટે હનુમાન ચાલીસાના પાઠ કરો, એનાથી લાભ મળે છે અને ભય નથી લાગતો. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી એકતાની ભાવનામાં વિકાસ થાય છે.

Image Source

કોઈ પણ પ્રકારની ઈચ્છા થવા પર ભગવાન હનુમાનના ચાલીસાના પાઠ કરવાથી લાભ મળે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી દૈવીય શક્તિ મળે છે અને સૂકુન મળે છે. હનુમાનજી બળ અને બુદ્ધિના દેવતા છે, તેમના ચાલીસાના પાઠ કરવાથી આ બંને મળે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કુટિલથી કુટિલ વ્યક્તિ પણ મનથી સારું થઇ જાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી નકારાત્મક ભાવનાઓ દૂર થઇ જાય છે અને મનમાં સકારાત્મકતા આવે છે.

હનુમાનજી ખૂબ જ બળવાન હતા અને કોઇથી પણ ડરતા ન હતા. હનુમાનજી દરેક ખરાબ આત્માઓનો નાશ કરીને લોકોને તેમનાથી મુક્તિ અપાવે છે. જે લોકોને રાતમાં ડર લાગે છે કે ડર ભરેલા વિચારો આવે છે તેઓએ રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાન ચાલીસાના જાપ કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Image Source

હનુમાન ચાલીસાના પાઠ કરીને તમે શનિદેવને ખુશ કરી શકો છો અને સાડાસાતીનો પ્રભાવ પણ ઓછો કરવામાં સફળ થઇ શકો છો. વાર્તા મુજબ, હનુમાનજીએ શનિદેવના પ્રાણોની રક્ષા કરી હતી, અને પછી શનિદેવે ખુશ થઈને એમ કહ્યું હતું કે આજ પછી તેઓ કોઈ પણ હનુમાન ભક્તનું કોઈ જ નુકશાન નહિ કરે.

આપણે ક્યારેકને ક્યારેક જાણી જોઈને કે અજાણતામાં ભૂલો કરી બેસીએ છીએ. પરંતુ તમને તેની માફી હનુમાન ચાલીસા વાંચીને માંગી શકો છો. રાતના સમયે હનુમાન ચાલીસાને 8 વાર વાંચવાથી તમે બધા જ પ્રકારના પાપથી મુક્ત થઇ શકો છો. જે પણ વ્યક્તિ હનુમાન ચાલીસાને રાતે વાંચશે તેને ભગવાન હનુમાન સ્વયં આવીને સુરક્ષા પ્રદાન કરશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.