કલિયુગમાં જો જલ્દી જાગૃત દેવતા અને જલ્દી પ્રસન્ન થનારા દેવતા હોય તે છે હનુમાનજી. હનુમાનજી રામ ભક્ત હોય તેને સંકટ મોચન કહેવામાં આવે છે. હનુમાનજી દરેક સમસ્યાનું સમાધાન કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર, જે વ્યક્તિ દરરોજ નિયમિત રૂપે હનુમાન ચાલીસનો પાઠ કરે છે જેના જીવનમાં કોઈ પરેશાની નથી આવતી. જીવનમાં કોઈ પણ તકલીફ હોય તો હનુમાન ચાલીસ કરવાથી દૂર થઇ જાય છે.
હનુમાન ચાલીસ મહાન કવિ તુલસીદાસજીએ લખ્યું છે.તુલસીદાસ પણ ભગવાન રામના ભક્ત હતા. અને હનુમાનજીને બહુજ માનતા હતા. હનુમાન ચાલીસામાં 40 છંદ હતા. જેને કારણે ચાલિસા કહેવામાં આવે છે. કોઈ પણ આ પાઠ કરે તેને ચાલીસ કહેવામાં આવે છે. નાનપણમાં આપણને કહેવામાં આવતું હતું કે,જયારે મનમાં કંઇ અશાંત લાગે તો અથવા કોઈ પણ વસ્તુથી બીક લાગે ત્યારે હનુમાન ચાલીસાનો પાઠનું પઠન કરવાનું. હનુમાન ચાલીસનો પાઠ કરવાથી કોઈ પણ જાતનો દર નથી લાગતો. હિન્દૂ ધર્મમાં હનુમાન ચાલીસાનું આગવું મહત્વ છે. હનુમાન ચાલીસા કરવાથી શનિ ગ્રહ અને સાડા સતીનો પ્રભાવ ઓછો રહે છે.
આજે અમે તમને જણાવીશું હનુમાન ચાલીસના નિયમિત પાઠ કરવાના ફાયદા.

આ ફાયદા જાણીને તમે પણ કરવા લાગશો દરરોજ હનુમાન ચાલીસા
ભય દૂર થઇ જાય છે.
હનુમાન ચાલીસાનું દરરોજ સેવન કરવાથી ભય દૂર થઇ જાય છે. હનુમાન ચાલીસનો પાઠ એટલો ફાયદાકારક છે કે દિવસમાં એક વાર પઠન કરવાથી જ જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે.

આત્મવિશ્વાસમાં વૃદ્ધિ
હનુમાન ચાલીસા કરવાથી આત્મવિશ્વાસમાં ઘણીવૃદ્ધિ થાય છે. બધા લોકો હનુમાન ચાલીસાનું નિયમિત રૂપથી પાઠ કરવો જોઈએ. નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી અનેક ફાયદો થાય છે. હનુમાનજી બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
ભૂત-પ્રેત નિકટ નહીં આતે
હનુમાન ચાલીસામાં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે.જે લોકો ફક્ત હનુમાનજીનું નામ લે છે તેની આજુબાજુ ભૂત પ્રેત બાધાની અસર નથી જોવા મળતી.

રોગ,કષ્ટ બધું દૂર થાય છે.
હનુમાન ચાલીસા નિયમિત કરવાથી બધા જ પ્રકારના રોગ, કષ્ટ દૂર થઇ જાય છે.
રોગ, શોક નિકટ ના આવે મહાવીર જબ નામ સુનાએ
હનુમાનજીનું ફક્ત નામ લરવાથી તકલીફ અને પરેશાની દૂર થઇ જાય છે.

સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.
હનુમાન ચાલીસાનો નિયમિત રૂપથી પાઠ કરવાથી લોકોના જીવનમાંથી નકારાત્મક અસર દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.
તો તમે ક્યારે થી શરૂ કરી રહ્યા છો હનુમાન ચાલીસાના પાઠ કરવા ?
કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહિ…!!!
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.