હનુમાનજી હંમેશ ભક્તોની પુકાર પર દોડી આવે છે. હનુમાનજીને સાચા મનથી યાદ કરો તો તે ગમે તે વિકટ પરિસ્થતિનો નિવેડો લાવે છે. હનુમાનજી સ્વયં એક ભક્ત છે. તેથી તે ભક્તોની ઈચ્છા મુજબ અભયદાન, સુખ, વિઘ્નો, ને દૂર કરી ઈચ્છા અનુસાર ફળ આપે છે. વૈદિક ગ્રંથ અનુસાર મંગળવારને શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં મહાબલી હનુમાનના ભક્તોની ભીડ ઉમટતી હોય છે.

મંગળવારનો દિવસ મારુતિનંદન હનુમાનની કૃપા મેળવવાનો દિવસ છે. જો કોઈના જીવનમાં દુઃખ, કષ્ટ, ધન વૈભવની પ્રાપ્તિમાં કી તકલીફ હોય તો મંગળવારના દિવસે સૂર્યાસ્ત બાદ હનુમાનજીના આ ચમત્કારિક મંત્રનો પાઠ કરવાથી જીવનની બધી સમશ્યાનો નિવેડો આવી જાય છે.
આ મંત્ર પહેલા હનુમાન ચાલીસાનું પઠન કરવું. ત્યારબાદ હનુમાનજીને બુંદી અને લાડ્ડૂનો ભોગ ચઢાવવો.

રોજગારની સમસ્યા માટે
આજકાલ બધા લોકોને રોજગાર ઝાને નોકરીની સમસ્યા હોય છે. ત્યારે મંગળવારે અને શનિવારે સૂર્યાસ્ત બાદ ગાયના ઘીનો દીવો કરી આ મંત્રનો જાપ એક હજાર વાર કરવાનો.
।। ॐ पिंगाक्षाय नमः ।।
મનોકામનાપુર્તિ માટે
મનોકામનાપુર્તિ માટે મંગળવારે સાંજે આ પાઠનો પઠન કરવાથી તમારી જિંદગીમાં જે કઈ મનોકામના હોય તે પૂર્ણ થયા છે.
ॐ महाबलाय वीराय चिरंजिवीन उद्दते।
हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये।।

સમશ્યાનાં સમાધાન માટે
તમામ સમસ્યાના સમાધાન માટે મંગલવારના દિવસે સૂર્યાસ્ત બાદ 251 વાર નીચે આપેલા મંત્રનો જાપ માળાથી કરવાનો છે. કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે આ મંત્ર કરવાથી લાભ થાય છે.
।। ॐ मारकाय नमः ।।
માન-સન્માન મેળવવા માટે
માન-સન્માન અને યશની પ્રતિ માટે મંગળવારે સાંજે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી આ મંત્રનો જાપ 1100 વાર તુલસી અથવા લાલ મોતીની માળાથી કરવાનો. થોડા જ દિવસોમાં પરિણામ દેખાવા લાગશે.
।। ॐ व्यापकाय नमः ।।

જીવનની તમામ સમસ્યા માટે રામબાલ ઉપાય છે નીચે આપેલા સિદ્ધ મંત્ર. આ મંત્રમાંથી કોઈ પણ એકનું જપ મંગળવારના દીવાથી લગાતાર 11 દિવસ કરવાથી મોટામાં મોટા સંકટ દૂર થઇ જાય છે.
- ॐ मारुतात्मजाय नमः।।
- ॐ हं हनुमते नम:।।
- ॐ तेजसे नम:।।
- ॐ प्रसन्नात्मने नम:।।
- ॐ शूराय नम:।।
- ॐ शान्ताय नम:।।

મંગળવારની સાંજ મહાબલી હનુમાનની સામે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવાથી કોઈ પણ સંકટ દૂર થઇ જાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.