ભરૂચના હાંસોટમાં ઇન્ડિકેટર બતાવ્યા વગર જ વાળી લીધું કન્ટેન્ટર, પાછળ આવતી કાર સીધી જ અંદર ઘુસી ગઈ, બે લોકોના થયા દુઃખદ મોત

કાર તો ઠીક એરબેગના પણ ચીથડાં ઉડી ગયા, 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત, હિંમત હોય તો જ જોજો ફોટો

bharuch car accident : ગુજરાતમાં  છેલ્લા ઘણા સમયથી અક્સ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકોના અકસ્માતમાં મોત પણ નિપજ્યા છે. ત્યારે કેટલાય અકસ્માત એવા પણ હોય છે જે નાની ભૂલના કારણે સર્જાય છે અને બદલામાં મોત મળતું હોય છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના ભરૂચમાંથી સામે આવી રહી છે. જેમાં 2 લોકોના મોત થયા હોવાની પણ ખબર સામે આવી રહી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલા રાયમા ગામ નજીક એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા બે યુવકની કાર કન્ટેનર સાથે ભટકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર બે લોકોના પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે કારમાં પાછળની તરફ બેઠેલો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થવાના કારણે તેને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર હાંસોટ રોડ પર આવેલી માં રેસિડેન્સિમાં રહેતા કેટલાક મિત્રો લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા અને લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને તે પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન રાત્રીના 2 વાગ્યાની આસપાસ રાયમા ગામ નજીક આવેલા વાલનેર પાટિયા પાસે તે કાર લઈને જતા હતા અને આગળ એક કન્ટેનર જઈ રહ્યું હતું. કન્ટેન્ટરના ડ્રાઈવરે ઇન્ડિકેટર બતાવ્યા વગર જ કારને ફ્રિકેર કંપની તરફ વાળી દીધી હતી.

અચાનક કન્ટેન્ટર વળી જવાના કારણે પાછળથી આવતી કારના કાર ચાલકે બ્રેક મારીને કારને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર એટલી ઝડપી કાબુમાં આવી નહિ અને ધડાકાભેર કન્ટેનરમાં ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ઉપરની બોડી સાવ બેસી ગઈ અને કારમાં રહેલી આગળની બંને એરબેગ પણ ફાટી ગઈ હતી.

અકસ્માતના પગલે બાજુની કંપનીના કર્મચારીઓ પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જેમાં કારમાં આગળની સીટ પર સવાર બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જયારે અન્ય એક યુવાન પાછળ બેઠો હોવાના કારણે તેને ગંભીર ઈજાઓ થતા સુરતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને હાંસોટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી છે.

Niraj Patel