ખુબસુરત અભિનેત્રી બિઝનેસમેન સાથે પરણી ગઈ, ચાહકોને નથી આવી રહ્યો વિશ્વાસ, ધૂમધામથી કર્યા લગ્ન….

અભિનેત્રી હંસિકા મોટવાની અને તેનો લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ તેમજ બિઝનેસ પાર્ટનર સોહેલ કથૂરિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમની આફ્ટર વેડિંગ પાર્ટી પણ થઇ ગઇ છે. આફ્ટર પાર્ટીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સોહેલે હંસિકા માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ગીત ‘કેસરિયા’ પર રોમેન્ટિક ડાન્સ કરી રહ્યો છે અને સોહેલની આ સ્ટાઈલ જોઈને હંસિકા પણ શરમાઇ જાય છે.

આ આફ્ટર વેડિંગ પાર્ટીમાં હંસિકા બ્લેક ડ્રેસ અને લેધર જેકેટમાં જોવા મળી હતી. જ્યારે સોહેલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. હંસિકાના લગ્નની વિધિઓ ગયા અઠવાડિયે મુંબઈમાં માતા કી ચૌકીથી શરૂ થઈ હતી. તાજેતરમાં તેની મહેંદી અને હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે તેમના માટે સૂફી નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કપલે લગ્ન પહેલાના બધા જ ફંક્શન્સને ઘણા એન્જોય કર્યા હતા.

થોડા દિવસો પહેલા હંસિકાએ તેની ગર્લ ગેંગ સાથે ખૂબ જ ખાસ અંદાજમાં બેચલર પાર્ટી પણ સેલિબ્રેટ કરી હતી. તેણે ગ્રીસમાં આ પાર્ટી સેલિબ્રેટ કરી હતી. 4 ડિસેમ્બરે સાઉથની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાનીએ સોહેલ કથુરિયા સાથે લગ્નના ફેરા ફર્યા હતા. હંસિકા મોટવાનીએ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે હંસિકા મોટવાની કેટલી ખુશ છે. દુલ્હનના જોડામાં હંસિકા મોટવાનીનો લૂક અદભૂત હતો. હંસિકા મોટવાનીએ તેના લગ્નની તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યું હતુ- હવે અને હંમેશ માટે, 4-12-2022. તેની તસવીરો પોસ્ટ કર્યા બાદથી ઘણા ફિલ્મ સ્ટાર્સ સહિત ચાહકો હંસિકાને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

હંસિકા અને સોહેલના લગ્નમાં ફક્ત તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ હતા.સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં જોઈ શકાય છે કે હંસિકા લાલ રંગના જોડામાં ખૂબ જ ક્યૂટ અને ખૂબસુરત લાગી રહી છે. તેમજ તેનો વર શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. લગ્નની વિધિ કરતી વખતે કપલના ચહેરા પર એકતાની ચમક સ્પષ્ટપણે જોઈ શકાય છે.

હંસિકા લગ્નના દિવસે ખૂબ જ સુંદર લાગી રહી હતી. માથાથી પગ સુધીના મેકઅપમાં હંસિકાની સુંદરતા જોવા લાયક હતી. હંસિકા મોટવાનીએ લાલ રંગનો લહેંગો પહેર્યો હતો. આ સાથે તેણે પરંપરાગત જ્વેલરી અને કલીરે પણ કેરી કર્યા હતા. મંડપમાં હંસિકાની અદભૂત એન્ટ્રી, વરમાળા, ફેરા..વગેરે એકદમ શાનદાર અંદાજમાં થયા હતા.

તમને જણાવી દઈએ કે વર્ષો પહેલા બાથરૂમમાં નાતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો, જે બિલકુલ ફેમસ અભિનેત્રી હંસિકા મોટવાણી જેવી દેખાતી હતી. જ્યારે વિવાદે જોર પકડ્યું ત્યારે હંસિકા મોટવાણીએ કહ્યું કે વાયરલ વીડિયોમાં દેખાતી છોકરી કોઈ બીજી જ હોવી જોઈએ, જેનો ચહેરો તેના જેવો છે.

આ પછી હંસિકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે લોકોને લાગે છે કે હું ખૂબ જ લક્ઝુરિયસ હાઈ ફાઈ લાઈફ જીવી રહી છું પણ હું દર્શકોનું મનોરંજન કરવા માટે ખૂબ મહેનત કરું છું. મારા મતે આવા વીડિયો અને જુઠ્ઠાણા ફેલાવવા એ બળાત્કાર જેવા અપરાધથી ઓછું નથી. પછી જ્યારે અભિનેત્રીએ હંસિકા મોટવાણીએ આપ કા સુરૂરમાં હિમેશ રેશમિયા સાથે કામ કર્યું ત્યારે ચાહકોને તેમની આંખો પર વિશ્વાસ ન આવ્યો.

તેનું કારણ અભિનેત્રીના લુકમાં આવેલો અચાનક બદલાવ હતો. ટૂંક સમયમાં એવા અહેવાલો આવ્યા કે શાકા લાકા બૂમ બૂમ અને કોઈ મિલ ગયાની બાળ કલાકાર હંસિકાએ પોતાને મોટો દેખાવા માટે ગ્રોથ હોર્મોનના ઈન્જેક્શન લીધા છે. જેના લીધે તે આ વખતે અલગ જ રૂપમાં જોવા મળી હતી.

Shah Jina