‘કોઈ મિલ ગયા’ફેમ અભિનેત્રી હંસિકા મોટવાનીએ શેર કરી પ્રિન્ટેડ બીકિમાં ખુબ જ બોલ્ડ તસવીર, વધાર્યો ઇન્ટરનેટનો પારો

બીકિમાં નજર આવી આ ક્યૂટ અભિનેત્રી, આખું સોશિયલ મીડિયા માથે લઇ લીધું… જુઓ

સાઉથ સિનેમાની હોટ અને બોલ્ડ અભિનેત્રી હંસિકા મોટવાની ભલે ફિલ્મોમાં ઓછી દેખાતી હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરીને ચર્ચામાં રહેતી હોય છે. તેવામાં હવે અભિનેત્રીએ પ્રિન્ટેડ બિકીમાં તસવીરો શેર કરી છે જેને જોયા બાદ તેના ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

બિકીમાં તસવીર શેર કરવાની સાથે હંસિકાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘દરેક ક્ષણે ચમત્કારને જોતા રહો.’ અભિનેત્રી કાજલ અગ્રવાલે પણ તેની આ તસવીર પર કોમેન્ટ કરી હતી. તેમજ અભિનેત્રીની તસવીર જોઈને યુઝર્સના દિલની ધડકન વધી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

હંસિકા મોટવાનીની બિકી તસવીરને અત્યાર સુધીમાં સાડા ચાર લાખ કરતા પણ વધુ લાઈક્સ મળી ગઈ છે. જણાવી દઈએ કે તેની તે તસવીર માલદીવના બીચ પરની છે જ્યાં તે વેકેશન એન્જોય કરવા ગઈ હતી. તેની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. 30 વર્ષીય હંસિકા મોટવાની કારકિર્દીની વાત કરીએ તો તેણે સાઉથથી બોલીવુડ સુધી કામ કર્યું છે. અભિનેત્રીએ 2007માં હિમેશ રેશમિયા સાથે ફિલ્મ ‘આપકા સૂરૂર’થી હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

હંસિકા મોટવાની ત્યારે ચર્ચામાં આવી જ્યારે એક છોકરીનો ન્હાતો વીડિયો વાયરલ થયો હતો. આમાં છોકરીને હંસિકા કહેવામાં આવી રહી હતી. પરંતુ બાદમાં અભિનેત્રીએ આ બાબતોને નકારી દીધી હતી. તેની ખોટી રીતે ઓળખ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by actress.tamil (@actress.tamil4k)

બીજી વખત હંસિકા ત્યારે ચર્ચામાં આવી જ્યારે જાહેર થયું કે તે સારા અને મોટા રોલ મેળવવા માટે જલ્દી મોટી થવા માંગતી હતી. આ માટે હંસિકાએ ગ્રોથ હોર્મોન્સ ટ્રીટમેન્ટ કરાવી હતી. હંસિકાએ નાની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

તેણે હૃતિક રોશન સાથે ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં બાળ ભૂમિકામાં જોવા મળી હતી. ત્યારબાદ તેની મોટી ભૂમિકાઓ મેળવવાની ઈચ્છા વધી અને તેણે વહેલા મોટા થવાની સારવાર લીધી હતી. ત્રીજી વખત હંસિકા મીડિયાની હેડલાઇન ત્યારે બની જ્યારે સમાચાર આવ્યા કે હંસિકાની બિકી પહેરેલી હોટ તસવીર વાયરલ થઇ હતી. તે સમયે તે ઓનલાઇન હેકિંગનો શિકાર બની હતી. જો કે બાદમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી તેના ખાનગી તસવીરો નીકાળી લીધી હતી.

હવે હંસિકા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની ઘણી બધી હોટ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીના ઇન્સ્ટા પર લગભગ સાડા ચાર લાખ ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે તેની કોઈ તસવીર વાયરલ થતા વાર નથી લગતી.

Patel Meet