પાકિસ્તાની અભિનેત્રીએ પોતાના લગ્નમાં “નાટુ નાટુ” ગીત પર કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે ભારત વાળા પણ જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

પાકિસ્તાનની ખ્યાતનામ અભિનેત્રીને પણ ચઢ્યો “RRR”ના “નાટુ નાટુ” ગીતનો ખુમાર, વાયરલ થયો વીડિયો

બોલીવુડના ગીતોનો ચાહકવર્ગ ખુબ જ મોટો છે અને આ ગીતો ભારતમાં જ નહિ રપંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખુબ જ લોકપ્રિય છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાંથી પણ ઘણા બધા વીડિયો સામે આવે છે જેમાં કેટલીક યુવતીઓ આ ગીતો પર ધમાકેદાર ડાન્સ કરીને આગ લગાવી દેતી હોય છે. તેમના ડાન્સ વીડિયોને ભારતમાં પણ ખુબ જ પસંદ કરતા હોય છે.

ત્યારે હાલ એક અન્ય વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાનની ખ્યાતનામ અભિનેત્રી હનિયા આમિર સાઉથની ખુબ જ લોકપ્રિય ગીત “RRR”ના ગીત “નાટુ નાટુ” પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. “નાટુ નાટુ” પર ડાન્સ કરતી હાનિયા આમિરનો વિડિયો theweddingbridge નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં અભિનેત્રી ગોલ્ડન કલરના લહેંગામાં જોઈ શકાય છે. આ સાથે તેણે સ્પોર્ટ્સ સૂઝ પહેર્યા છે. બીજી તરફ આમિર સાથે ડાન્સ કરવામાં એક વ્યક્તિ હાનિયાને સપોર્ટ કરી રહ્યો છે. હાનિયા આમિરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસના ફેન્સ સહિત તમામ સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

RRR ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ આ વખતે ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ છે. નાટુ નાટુ ગીતમાં જુનિયર એનટીઆર અને રામચરણનો ડાન્સ ઘણો લોકપ્રિય છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2022માં રિલીઝ થઈ છે. તે જ સમયે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી.

Niraj Patel