ખબર

PUBG ની આદત કેવી ખતરનાક કહેવાય, આ કિસ્સો વાંચી હચમચી જશો- બધે જ શેર કરજો પ્લીઝ

દેશભરમાં છેલ્લા 55 દિવસથી પણ વધુનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો ઘરમાં બેઠા બેઠા સમય પસાર કરવા માટેના ઘણા કીમિયા કરી રહ્યા છે. ઘણા લોકો મોબાઈલમાં ઓનલાઇન ગેમ રમીને સમય પસાર કરતા હોય છે અને એવી જ એક ગેમ છે PUBG. આ ગેમમાં આપણા દેશના યુવાનો એટલી હદે ઘેલા થયા છે કે તેમને તેમની આસપાસની ઘટનાની પણ કોઈ ખબર નથી રહેતી, આ લોકડાઉનમાં જ નહિ, લોકડાઉન પહેલાથી પણ યુવાનો આ ગેમ પાછળ સમય બરબાદ કરતા જોવા મળે છે, અને આ લોકડાઉનમાં સમય મળવાના કારણે આ ગેમ રમવા પ્રત્યેનો તેમનો નશો પરવાને ચઢી ગયો છે.

Image Source

આ ગેમની લત એ હદ સુધી વ્યાપી ગઈ છે કે તેને રમવા માટે યુવાનો કોઈપણ હદે જઈ શકે છે, એવી જ એક ઘટના બની છે મધ્યપ્રદેશના ભોપાલમાં, જ્યાં એક યુવકને PUBG રમવા માટે નેટનું પેક ખતમ થઇ ગયું અને આ ગેમ ઇન્ટરનેટ વિના ચાલી નથી શકતી જેના કારણે તેને તેની માતાને રિચાર્જ માટે પૈસા આપવાનું કહ્યું, પરંતુ તેની માતાએ પૈસા ના હોવાનું જણાવ્યું અને યુવાને એવું પગલું ભર્યું કે જાણીને તમારા પણ હોશ ઉડી જશે.

Image Source

પ્રાપ્ત માહતી અનુસાર ભોપાલમાં રહેતા એક આઇઆઇટીના વિદ્યાર્થીને નીરજને PUBG ગેમની લત લાગી હતી અને તેનું ઇન્ટરનેટ પેક ખતમ થઇ જતા તેની માતા પાસે ત્રણ મહિનાનું રિચાર્જ કરાવવા માટે પૈસા માંગ્યા હતા. પરંતુ તેની માતાએ તેને સમજાવતા કહ્યું કે હાલ પૈસાની કમી હોવાના કારણે 1 મહિનાનું રિચાર્જ કરાવી દઈશ, પરંતુ યુવકને આ વાત ના ગમી અને તેની માતા સાથે ઝગડો કર્યા બાદ રૂમની અંદર જઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

Image Source

બપોરે જયારે નીરજનો ભાઈ ઘરે આવ્યો ત્યારે તેને દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ના ખુલ્યો અને તેના ભાઈએ બારીમાંથી જોયું તો નીરજ ફાંસીના ફંડા ઉપર લટકેલો હતો, તેને પાડોશીઓની મદદ લઈને છત ઉપરથી ઘરમાં પ્રવેશ કર્યો અને તેના શબને ઉતાર્યું.

Image Source

તેના ઘરના લોકોના કહ્યા અનુસાર નીરજને PUBG રમવાની આદત હતી જેના કારણે તે આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતો હતો, કોઈની સાથે વાત પણ નહોતો કરતો, અને જયારે કોઈ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતું તો તેની સાથે પણ તે ઝગડતો હતો.

Author: GujjuRocks Team