મનોરંજન

કેટરિના કૈફનાં બોડીગાર્ડ સામે હીરો પણ ફિક્કા લાગે, જુઓ ક્યારેય ન જોયેલી 10 તસ્વીરો

બોલીવુડના હીરોને ટક્કર આપે છે કેટરિનાનો હેન્ડસમ બૉડીગાર્ડ, સેલરી ખબર પડશે તો ફફડી ઉઠશો…શું નસીબ છે

બોલિવૂડમાં દરેક સ્ટાર્સ હંમેશા પોતાની સાથે બોડીગાર્ડ લઈને જ ફરતા હશે અને જયારે બોડીગાર્ડનું નામ પડે તો બોલિવૂડમાં સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા સૌથી વધુ પ્રખ્યાત છે.

એ ઘણા લાંબા સમયથી સલમાન સાથે જ કામ કરે છે અને તેમના પડછાયાની જેમ જ તેમની રક્ષા કરે છે. પરંતુ શેરા જ એવો બોડીગાર્ડ નથી કે જે પ્રસિદ્ધ હોય.એ સિવાય પણ એવો એક બોડીગાર્ડ છે કે જે તેના લૂક્સને કારણે અત્યારે ચર્ચાઓમાં છે. આ બોડીગાર્ડ લૂક્સમાં કોઈ પણ હીરોને ટક્કર આપે એવો હેન્ડસમ છે.

Image Source

આજે આપણે વાત કરીએ છીએ બોલીવૂડના સૌથી હોટ બોડીગાર્ડની જે ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝને પણ ગાર્ડ કરી ચુક્યો છે.

આપણે જેની વાત કરીએ છીએ એ છે કેટરીના કૈફનો બોડીગાર્ડ દીપક કુલભૂષણ, જે કોઈ પણ રીતે કોઈ ફિલ્મ સ્ટારથી ઓછો નથી.

Image Source

દીપક કુલભૂષણનો સ્વેગ અને સ્ટાઇલ જ એવી છે કે તેને જોઈને દરેક વ્યક્તિ હેરાન રહી જાય છે. ઊંચી કદ-કાઠી, ફિટ બોડી અને ગોગલ્સ લગાવીને જયારે તે કેટરીના સાથે નીકળે છે ત્યારે તો તેનો રુઆબ જ અલગ હોય છે.

Image Source

દીપક છેલ્લા લાંબા સમયથી મનોરંજન જગતમાં છે, જો કે એ માત્ર કોઈ જ કે સેલેબ સાથે નહિ, પણ અલગ અલગ સેલિબ્રિટીઝને સિક્યોરિટી આપતો જોવા મળે છે.

કેટરીના સિવાય દીપકે શાહરુખ ખાનથી લઈને માધુરી દીક્ષિત, અનિલ કપૂર, રણવીર સિંહ, દિશા પટની, જેકલીન, વરુણ ધવન, રાની મુખર્જી તથા સચિન તેંડુલકર અને બીજા ઘણા ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝને પોતાની સેવા આપી ચુક્યો છે.

Image Source

દીપકની તસ્વીરો જોઈને તમે જાતે પણ કહેશો કે આને તો ફિલ્મોમાં હીરો હોવું જોઈએ. કદાચ તમે નહિ માનો પણ દીપકને પણ કેટલીક ફિલ્મોની ઓફર આવી ચુકી છે, પરંતુ કોઈ કારણોસર તેઓએ ફિલ્મોમાં કામ કરવાથી ઇન્કાર કરી દીધો.

Image Source

નોંધનીય છે કે દીપક ઉત્તરપ્રદેશના આગરાના રહેવાસી છે અને પરિણીત છે. તેઓની એક દીકરી પણ છે. સેલેબ સિવાય પણ તેઓ પોતાના સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની દીકરી અને પત્નિ સાથેની તસ્વીરો પણ શેર કરતા રહે છે.

Image Source

દીપક ડોમ સિક્યોરિટી સર્વિસીસ નામની પોતાની સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે, તેમ છતાં તેઓ ફિલ્મ સ્ટાર્સને ગાર્ડ કરવા માટે હંમેશા તત્પર રહે છે. તેઓ અભિનેતા રોનિત રોયના સંબંધી છે.

Image Source

દીપક કુલભૂષણ એક આર્મી ઓફિસરના દીકરા છે. સૌથી અઘરી વાત તો એ છે કે દીપક ક્યારેય પણ બોડીગાર્ડ બનવા માંગતા ન હતા. તેનું સપનું એક ક્રિકેટર બનવાનું હતું, પણ તેઓ ક્રિકેટર ન બની શક્ય.

Image Source

કેટલાક વર્ષો પહેલા એક ઇન્ટરવ્યૂમાં દીપકે જણાવ્યું હતું કે ફિલ્મ મેકર્સથી લઈને એક્ટર્સ અને કોરિયોગ્રાફર્સે તેને એક્ટિંગમાં ટ્રાય કરવા કહ્યું, પરંતુ તેને એવું ન કર્યું.