ખબર

કોરોનાથી થયું મૃત્યુ, પરિવારમાં આખી રાત છવાયો માતમ, સવારે તે વ્યક્તિ જીવતો નીકળ્યો

કોરોના વાયરસના મામલાઓ રોજ વધતા જઈ રહ્યા છે અને આ વાયરસના કારણે જ ઘણા લોકોના મૃત્યુ પણ થતા હોય છે. કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિનું જો મૃત્યુ થાય છે તો તેના શરીરને પણ તેના પરિવારજનો જોઈ નથી શકતા અને સીધો જ તેનો અંતિમસંસ્કાર કરી દેવામાં આવતો છે. આ સમય દરમિયાન ઘણા અજીબો ગરીબ કિસ્સાઓ પણ જોવા મળ્યા છે એવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના કબીરનગર જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં આરોગ્ય વિભાગ અને પોલીસની મોટી બેદરકારી સામે આવી છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ દ્વારા એક પિતાને જાણકારી આપવામાં આવી કે તેમનો દીકરો કોરોનાના કારણે મૃત્યુ પામ્યો છે, તેના શબને પણ સીલ પેક કરીને મોકલી આપવામાં આવ્યું, આખી રાત પરિવારજનોએ માતમ મનાવ્યો અને જયારે સવારે તેની અંતિમવિધિ કરવા માટે શબને લઇ જવામાં આવ્યું ત્યારે પિતાએ તેનો ચહેરો જોવાની ઈચ્છા દર્શાવી, તે મૃત વ્યક્તિનો ચહેરો જોતા જ પોલીસ અને ત્યાં હાજર તમામ લોકોના હોશ ઉડી ગયા, કારણે મૃત પામનાર વ્યક્તિ તેમનો દીકરો હતો જ નહીં, તે કોઈ બીજો કોરોના સંક્રમિત વ્યક્તિ હતો.

Image Source

મૃત્યુ પામનાર વ્યક્તિ મુંબઈથી આવ્યો હતો, જે બીમારીના કારણે થોડા સમય પહેલા જ હોસ્પિટલમાં દાખલ થયો હતો, તો બીજી તરફ પોલીસ જેને મૃત માની રહી હતી તે વ્યક્તિને પણ કોરોના પોઝિટિવ આવતા તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તને ત્યાં જ પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મોટી ભૂલ થઇ ગઈ.

Image Source

આ ઘટનાએ સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસની બેદરકારીની પોળ ખોલી દીધી છે. ઘટનાની જાણ થતા જ મૃત યુવકને તેના પરિવાર પાસે મોકલી દેવામાં આવ્યો છે તો સ્વાસ્થ્ય વિભાગ અને હોસ્પિટલ સામે પ્રશ્નો પણ ઉભા થયા છે, તેની તપાસ માટે પ્રસાશન દ્વારા એક ટિમ પણ બનાવવામાં આવી છે.

Author: GujjuRocks Team