વાયરલ

દિવ્યાંગ વ્યક્તિને ભીખ માંગતો જોઈને યુવકે જે કર્યું એ જોવા જેવું છે, IPS એ પણ આપ્યું આવું રિએક્શન

આમ તો સોશિયલ મીડિયા ઉપર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ ઘણા વીડિયો એવા હોય છે જે દિલ પણ જીતી લેતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વાયરલ વીડિયો જોવા મળ્યો છે જેમાં એક દિવ્યાંગ વ્યક્તિ ભીખ માંગતો નજર આવે છે, તેને મદદ કરવા માટે એક યુવક સ્ટન્ટ કરીને પૈસા ભેગા કરે છે.

આ વીડિયો દિલ્હીના કનોટ પ્લેસનો છે જ્યાં એક દિવ્યાંગ વ્યક્તિ ભીખ માંગતો જોવા મળે છે. ત્યારે ત્યાંથી પસાર થતો યુવક તેમને જુએ છે, અને રૂમાલ પાથરી પોતાની પાસે રહેલી દોરડા કુદની દોરીથી અલગ અલગ સ્ટન્ટ કરતો નજર આવે છે, જેને જોઈને લોકો રૂમાલની અંદર પૈસા આપે છે. અને એ પૈસા ભેગા કરી તે યુવક દિવ્યાંગ વ્યક્તિને મદદ કરે છે.

આ વીડિયોને આઇપીએસ દીપાંશુ કાબરાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર 25 નવેમ્બરના રોજ શેર કર્યો હતો. થોડી જ મિનિટોમાં તેને હજારો લોકોએ જોઈ લીધો હતો. સાથે તેમને કેપશનમાં લખ્યું હતું કે “કોઈપણ વ્યક્તિ કોઈને પણ મદદ કરવા માટે કંઈપણ કરી શકે છે.”