ખબર

કોરોનાથી બચવા માટે ઉપયોગમાં લેવાતુ સેનેટાઈઝર સાબિત થઈ શકે છે ખતરનાક, જાણો

સમગ્ર ભારત સહિત વિશ્વમાં કોરોનાની મહામારી આતંક મચાવી રહી છે. કોરોનાનો વધતો કહેર સૌ કોઇ માટે ચિંતાજનક છે, ત્યારે સરકાર દ્વારા ઘણીવાર કહેવામાં આવે છે કે, વારંવાર હાથ ધુઓ, સોશિયલ ડિસ્ટરન્સ જાળવો, તેમજ સેેનેટાઇઝરનો ઉપયોગ કરો, પરંતુ શું તમને ખબર છે ? કે હાલમાં જ એક અભ્યાસ પરથી સામેે આવ્યુ છે કે, કોરોના વાયરસથી બચવા માટે વાપરવામાં આવતું સેનેટાઈઝર ખતરનાક સાબિત થઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

ગયા વર્ષે ભારતમાં માર્ચ મહિનામાં કોરોના મહામારીની શરૂઆત થઈ હતી અને આ વર્ષે પણ માર્ચ મહિનામાં જ કોરોના મહામારી નો વધતો કહેર ચિંતા વધારી રહ્યો છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે વાપરવામાં આવતું સેનેટાઈઝર ખતરનાક સાબિત થઈ શકે છે તેવી એક સ્ટડી સામે આવી છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ મહામારીને કારણે સેનેટાઈઝરની માંગ સમગ્ર ભારત સહિત આખા વિશ્વમાં વધી ગઈ છે. અને આ વસ્તુનો ઉદ્યોગ પણ હવે તો ખૂબ મોટો થઈ ગયો છે ત્યારે સેનેટાઈઝરના લાંબા ઉપયોગથી કેન્સર અને ત્વચાના રોગનો ખતરો વધી શેક છે.

પ્રતિકાત્મક તસવીર

વેલીઝરની એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કોરોના મહામારી ફેલાય તે બાદ કેટલીક બ્રાન્ડના 200થી વધુ હેન્ડ સેનેટાઈઝરનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં 40થી વધુ એવા છે જેમાં બેન્ઝીન નામનું ખતરનાક કેમિકલ ઉમેરવામાં આવે છે જેનાથી કેન્સર થાય છે.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કેે, બેન્ઝીન એક તરલ કેમિકલ છે જે રંગહીન હોય છે અને ઉચ્ચ સ્તરમાં તેના સંપર્કમાં આવી જવાથી રક્ત કણિકાઓ કામ કરતી બંધ થઈ જાય છે અને વ્હાઇટ સેલ્સ ઓછા થઈ જાય છે.

પ્રતિકાત્મક તસવીર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક એજન્સીએ આ બેન્ઝીનની ઓળખ એક કાર્સીનોઝેનના રૂપમાં કરી છે. કાર્સીનોઝેનને સૌથી વધારે જોખમી શ્રેણીમાં રાખવામાં આવે છે. કાર્સીનોઝેન એક એવો પદાર્થ છે જે શરીરમાં કર્ક રોગ પેદા કરવાની સંભાવના બનાવે છે.