અજબગજબ

પિતા પાસે પુત્રને સ્કૂલ બેગ લઇ દેવાના પૈસાના હતા તો બનાવી દીધું જાતે સ્કૂલ બેગ, બાદમાં જે થયું તે જાણીને તમને પણ ગર્વ થશે

આઓને સૌ જાણીએ છીએ કે બાળકને સ્કૂલે મોકલવા માટે આપણે કોઈને કોઈ વસ્તુની લાલચ આપીએ છીએ. બાળક જયારે પહેલી વાર સ્કૂલે જતું હોય ત્યારે આપણે તેને નવું સ્કૂલબેગ, વોટરબેગ, કંપાસ, લંચબોક્સ બધું આપતા હોય છે.

Image Source

પરંતુ આજે પણ ઘણા એવા પરિવાર છે જેને આ બધી વસ્તુઓ પરવડતી નથી. આજે ઘણા પરિવારો એવા છે જે તેના બાળકોની સ્કૂલની ફી માંડ-માંડ ભરતા હોય ત્યાં તેને આ બધી લાલચો કેમ આપે.

Image Source

આવો જ એક મામલો કંબોડીયામાં સામે આવ્યો છે. જેને લઈને એક ફેસબુક પોસ્ટ વાયરલ થઇ રહી છે. અહીં એક પિતા પાસે તેના દીકરા માટે સ્કૂલ બેગ ખરીદવાના પૈસા ના હતો. તો પિતાએ તેના બાળકને હાથેથી સ્કૂલ બેગ બનાવી દીધું હતું. આ સ્કૂલબૅગની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા લોકોને પસંદ આવ્યો છે.

Image Source

આ બેગની તસ્વીર કંબોડિયાની શિક્ષિકાએ શેર કરી છે. સાથે જ લખ્યું છે કે ઘણીવાર થાય છે કે પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન કરી શકવાના કારણે માતાપિતા પોતાના બાળકોને સ્કૂલે નથી મોકલતા. જો તમે બાળકો માટે સ્કૂલ બેગ, પાણીની બોટલ, રબર કે પેન્સિલ નથી ખરીદી શકતા તો કોઈ એવો વિકલ્પ શોધો જેવો કેંગના પિતાએ કાઢ્યો છે.

કેંગની શિક્ષિકાનું કહેવું છે કે ‘એક સાધારણ સ્કૂલ બેગની કિંમત 30000 રિઇલ્સ એટલે કે આશરે 500 રૂપિયા છે. કેટલાક માતાપિતા પોતાના બાળકોને આટલા મોંઘા બેગ અપાવી નથી શકતા.

Image Source

એવામાં કેંગના પિતા પાસેથી શીખવું જોઈએ કે વધુ પૈસા ન હોવાના છતાં પણ એક બાળકને કઈ રીતે એક સુંદર બેગ આપી શકાય છે.’ જયારે કેંગ પોતાના આ બેગ સાથે શાળાએ પહોંચ્યો ત્યારે બધાની જ નજરો તેના બેગ પર હતી.

Image Source

કહેવાય છે કે કેંગના પિતાએ આ સુંદર સ્કૂલ બેગ Raffia Stringનો ઉપયોગ કરીને બનાવ્યું છે.બ્લુ કલરના આ બેગને લટકાવવા માટે બંને તરફ પતિ લગાડી છે. બેગને બંધ કરવા માટે એક કાળા કલરનું હુક પણ લગાવ્યું છે.

Image Source

બતાવવામાં આવી રહ્યું છે કે, ઘણી મોટી કંપનીએ કેંગના પિતાનો સંપર્ક કરીને કહ્યું છે કે, તેના માટે આ પ્રકારની બેગ ડિઝાઇન કરી આપે.

Image Source

કેંગની શિક્ષિકા એક પિતાનો પ્રેમ, તેમની ક્રિયેટિવિટી અને બાળકની ભણવાની લગનને લોકો સુધી પહોંચાડવા માંગતા હતા એટલે તેમને આ તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Image Source

ખબરો અનુસાર, કેંગનું આ બેગ એટલું વાયરલ થઇ ચૂક્યું છે કે વિશ્વભરમાં તેની ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. દરેક લોકો આ બેગને ખૂબ જ પસંદ કરી રહયા છે.

Image Source

આ પછી ઘણા લોકોએ કેંગના પિતાનો સંપર્ક કર્યો છે અને આ પ્રકારના બેગ બનાવવાનો ઓર્ડર પણ મળ્યો છે. આ સાથે જ હવે તેમને પૈસા કમાવવાનો એક વિકલ્પ મળી ગયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.