ખબર

કોરોના વાયરસના કારણે આ દિગ્ગ્જ ખેલાડીનું અવસાન, શોકમાં છે આખું ખેલ જગત

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાયો છે ત્યારે આ વાયરસે ઘણા લોકોના જીવ લઇ લીધા છે, આપણા દેશમાં પણ આ વાયરસના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે. કોરોના વાયરસના કારણે ખેલ જગતમાં પણ માંથી સંસાર પડી છે ત્યારે ખેલ જગતમાંથી જેક દદુઃખના સમાચાર આવ્યા છે. કોરોના વાયરસના કારણે દિગ્ગજ ફૂટબોલરનું નિધન થયું હોવાના કારણ સમગ્ર દેશ અને ખેલ જગત શોકમાં છે.

Image Source

ભારતના પૂર્વ ફૂટબોર હમજા કોયા પણ કોરોના વાયરસનો શિકાર બન્યા હતા અને સંક્રમણના કારણે મલ્લપુરમ ની એક હોસ્પિટલમાં અવસાન થઇ ગયું છે. હમજા કોયાએ ભારત માટે સંતોષ ટ્રોફીમાં મહારાષ્ટ્ર  તરફથી રમ્યા હતા. હમજા મુંબઈ તરફથી વિભિન્ન ક્લબો માટે પણ રમી ચૂક્યાં છે. 21મે ના રોજ હમજા તેમના પરિવાર સાથે મુંબઈથી મલ્લપુરમ પાછા આવ્યા હતા ત્યારબાદ તેમને 26 મેના રોજ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

હમજાના પરિવારના બીજા 5 સભ્યો પણ કોરોના પોઝિટિવ હતા તેમની પણ સારવાર ચાલી રહી છે, હાલ તેમની સ્થિતિ સારી હોવાનું કહેવામાં આવે છે. પરંતુ હમજાને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેના કારણે તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને શનિઅરના રોજ તેમનું નિધન થયું હતું.

ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના !!!

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.