જ્યોતિષ શાસ્ત્ર

હનુમાનજીનો આ એક મંત્ર બપોરે 3 વાગ્યાથી સાંજે સાત વાગ્યાની વચ્ચે કરી લો અને પછી જુઓ ચમત્કાર

બપોર થી રાત સુધી બોલો આ ચમત્કારિક મંત્ર પછી જુઓ જે થાય એ

આપણે સૌ જાણીએ છીએ કે હમનુમાંજી કષ્ટભંજન દેવ છે, તેઓ પોતાના ભક્તોના કષ્ટો દૂર કરે છે અને તેમની પડખે હંમેશા ઉભા રહે છે, આ કળિયુગમાં પણ હનુમાન દાદા અજર અમર દેવ છે. જો હનુમાનજીની સાચા મનથી ભક્તિ કરવામાં આવે તો તે જરૂર કૃપા કરે છે. હનુમાન દાદાની ભક્તિ કરવા માટે શનિવાર અને મંગળવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. આજે અમે તમને હનુમાન દાદાની કૃપા મેળવવા માટે શનિવાર બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી એક ચમત્કારિક મંત્રનો જાપ કરવાનું જણાવી રહ્યા છે, તેના દ્વારા તમે માલામાલ પણ થઇ શકો છો અને હનુમાનજીની કૃપા પણ તમારા ઉપર વરસશે.

Image Source

1. કોઈ મોટી સમસ્યાથી ઘેરાઈ ગયા હોય તો:
દરેક વ્યક્તિનું જીવન કોઈને કોઈ સમસ્યાથી ઘેરાયેલું હોય છે. જો તમે પણ કોઈ મોટી સમસ્યાથી ઘેરાઈ ગયા હોય તો શનિવારે બપોરે 3 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા વચ્ચે હનુમાન દાદાના ।। ॐ महाबलाय वीराय चिरंजिवीन उद्दते। हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये।। આ સિદ્ધ ચમત્કારિક મંત્રનો જાપ 1100 વખત હનુમાનજીની સામે ધૂપ પ્રગાટાવીને કરવો. આ મંત્રેનો જાપ કર્યા બાદ 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

Image Source

2. ભય સતાવે ત્યારે:
જો તમને પણ વારંવાર કોઈ વસ્તુનો ડર સતાવી રહ્યો હોય તો શનિવારના દિવસે બપોરે ત્રણ થી સાંજે સાત વાગ્યાની વચ્ચે પોતાના જ ઘરની પૂર્વ દિશા તરફ મોઢું કરીને ।। ॐ हं हनुमंते नम: ।। મંત્રનો 700 વાર જાપ કરવો.

Image Source

3. સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે:
જીવનમાં આવેલા તમામ સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારના જ દિવસે બપોરે 3 થી સાંજના 7 વાગ્યા વચ્ચે પોતાના ઘણા પૂજા સ્થળમાં લાલ ઉનના આસાન ઉપર બેસીને ।। ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।। હનુમાનજીના આ સિદ્ધિ મંત્રનો 551 વાર જાપ કર્યા બાદ 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

Image Source

4. શત્રુ અને રોગોથી પીછો છોડાવવા:
જો તમે પણ કોઈ શત્રુ અથવા અસાધ્ય રોગથી હેરાન થઇ રહ્યા હોય તો શનિવારના દિવસે બપોરે 3 થી સાંજના 7 વાગ્યાની વચ્ચે ।। ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ।। આ મંત્રનો જાપ 108 વખત કરવો. તમારા શત્રુઓ અને રોગોનો નાશ થશે.