ખબર

એવો તો કેવો વિવાદ કે સાળાએ તેના જીજાજીને પેટ્રોલ નાખીને સળગાવી દીધા ?

જમાઈને પેટ્રોલ નાખી સગળાવી દીધા, જાણો એવું તો શું થયું વળી…

ઉત્તર પ્રદેશના હમીરપુરથી એક હેરાન કરી દેનાર મામલો સામે આવ્યો છે. જયાં એક સાળાએ તેના જીજાજી પર પેટ્રોલ નાખી આગ લગાવી દીધી. વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાવવવામાં આવ્યો. આ ઘટનાનું મુખ્ય કારણ પારિવારિક જણાવવામાં આવી રહ્યુ છે.

હમીરપુર જિલ્લાના લાલપુર પાલિસ સ્ટેશનના એક ગામમાં સાળીના લગ્નાં સામેલ થવા આવેલ જીજાજીને નશેબાજીમાં બુધવારે સવારે તેના સાળાએ પેટ્રોલ નાખી સળગાવી દીધા. તેમને ઉતાવળમાં જિલ્લા હોસ્પિટલથી કાનપુર રેફર કરી દેવામાં આવ્યા હતા. વિવાદનુ કારણ પારિવારિક માનવામાં આવી રહ્યુ છે.

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, પીડિત વ્યક્તિ તેના પત્ની અને બાળકો સાથે સાળીના લગ્નમાં સામેલ થવા માટે સાસરે આવ્યો હતો. લગ્ન બાદ તે તેની પત્નીને ધરે લઇ જવાની જિદ કરવા લાગ્યો. આ વાત પર સસરા સાથે તેનો વિવાદ શરૂ થઇ ગયો, જમાઇ અને સસરા વ્ચે મારામારી પણ થઇ ગઇ અને આ દરમિયાન સાળાએ તેની બાઇકમાંથી પેટ્રોલ નીકાળી તેના પ ફેંકી દીધુ અને માચિસની સળગતી સળી પણ ફેંકી. જેનાથી તે ખરાબ રીતે બળી ગયો.

પરિવારના લોકોએ આગ બુઝાવી અને સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. આ કિસ્સો લાલપુરા થાના ક્ષેત્રના પૌથિયા ગામનો છે. ગામ નિવાસી ગુરુ પ્રસાાદની દીકરીના લગ્ન 6 જૂને હતા અને આ જ પ્રસંગમાં સામેલ થવા તેમના મોટા જમાઇ સુરેશ અને તેમની દીકરી શિવકાંતી તેમના બાળકો સાથે આવ્યા હતા.

લગ્ન બાદ સુરેશ તેના સાળા બૃજેશ સાથે ઘરથી બહાર ગયો અને થોડીવાર બાદ તે દારૂના નશામાં ઘરે આવ્યો અને પત્નીને ઘર જવા પર દબાણ કરવા લાગ્યો. પત્નીએ સાથે જવાની ના કહી દીધી તો તેની સાથે ઝઘડો કરવા લાગ્યો અને તે બાદ વચ્ચે ગુરુ પ્રસાદે તેમના જમાઇ સાથે મારામારી કરી દીધી અને મારપીટમાં તે જમીન પર પડી ગયો

ત્યારે જ તેના સાળાએ આવી તેની બાઇકમાંથી પેટ્રોલ નીકાળ્યુ અને તેના બનેવી પર નાખી તેના માચિસની સળગતી તીલી નાખી સળગાવી દીધો. આ મામલે બળી જનાર પત્નીનું કહેવુ છે કે, તેના લગ્નને 17 વર્ષ થઇ ચૂક્યા છે અને તેનો પતિ દારૂ પીને તેની સાથે ઘણીવાર મારપીટ કરે છે, જેને કારણે તે તેના બાળકો સાથે પિયરમાં રહે છે.