ઇઝરાયલ-હમાસ યુદ્ધ : ‘હાથમાં પાટાપિંડી…બોલી હું મિયા શેમ છું…’ હમાસે પહેલીવાર જારી કર્યો બંધક બનાવેલી છોકરીનો વીડિયો

હમાસે પહેલીવાર ઇઝરાયલી બંધકનો વીડિયો કર્યો જારી, બંધકે જે કહ્યુ તે જરૂર તમારે વાંચવું જોઇએ

બોમ્બ ધડાકા રોકવા માટે હમાસનું બ્લેકમેઇલિંગ, બંધક ઇઝરાયલી છોકરીનો વીડિયો કર્યો જારી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Israel Hamas War Hostage Video Released:

ફલસ્તીનના હમાસ સમૂહે તેની ટેલિગ્રામ ચેનલ પર એક બંધકનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવતીને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. તેના જમણા હાથ પર પટ્ટી બાંધવામાં આવી રહી છે. વીડિયોના બીજા ભાગમાં યુવતીએ પોતાના વિશે માહિતી આપતા કહ્યું કે હું મિયા શેમ છું, અને 21 વર્ષની છું, હું ગાઝામાં છું.

શનિવારે સવારે સદેરોટમાં એક પાર્ટીમાંથી પાછી ફરી હતી. હું અત્યારે ગાજામાં છું. મારા ઈજાગ્રસ્ત હાથની સારવાર કરવામાં આવી હતી અને સર્જરીમાં 3 કલાકનો સમય લાગ્યો હતો. જણાવી દઈએ કે મિયા શેમ ફ્રેન્ચ-ઈઝરાયલી નાગરિક છે. તેણે વીડિયોમાં કહ્યું કે તેઓ મારી સંભાળ લઈ રહ્યા છે, મને દવા આપે છે, અહીં બધું સારું છે.

હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મને શક્ય તેટલી વહેલી તકે મારા માતા-પિતા અને મારા ભાઈ-બહેનો પાસે લઈ પહોંચાડવામાં આવે. પ્લીઝ જેટલું જલ્દી થઇ શકે મને અહીંથી બહાર કાઢો. હમાસે તેની ટેલિગ્રામ ચેનલ પર વીડિયોનું કેપ્શન પોસ્ટ કર્યું છે અને માહિતી આપી છે કે અલ-કસમ બ્રિગેડના મુજાહિદ્દીન ગાજામાં એક મહિલા કેદીને મેડિકલ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે.

આ મહિલાને અલ-અક્સા યુદ્ધના પહેલા દિવસે પકડવામાં આવી હતી. ઈઝરાયેલના આર્મી રેડિયોએ મિયાની માતાને ટાંકીને કહ્યું કે હુમલો શરૂ થતાં જ મેં તેના સેલ ફોન પર ફોન કર્યો, પણ ફોન કલાકો સુધી લાગતો રહ્યો પરંતુ કોઈ જવાબ ન આવ્યો. મેં બધાને કહ્યું કે મારી દીકરી ગુમ છે પરંતુ કોઈએ મારો સંપર્ક કર્યો નથી. મિયાની આન્ટીએ જણાવ્યું કે તેણે ટેલિગ્રામ પર મિયાનો વીડિયો જોયો.

મને લાગ્યું કે હું સપનું જોઈ રહી છું. પૂરા 10 દિવસ પછી અમે અમારી દીકરીનો ચહેરો જોયો. તે ડરી ગયેલી દેખાય છે. પરંતુ અમને સંતોષ છે કે કમસેકમ તે જીવિત છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી દીકરી સુરક્ષિત રીતે ઘરે પહોંચે. તે તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે મ્યુઝિક ફેસ્ટિવલમાં ગઈ હતી, અમે તેના મિત્ર વિશે પણ આ જાણવા માંગીએ છીએ.’

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina