હાલ કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો પણ આ લોકડાઉનમાં ઘરે બેસી રહયા છે. ઝી ટીવી પર પ્રસારિત થનારી સિરિયલ હમારી બહુ સિલ્ક રિલીઝ થયાના સાત મહિનામાં જ બંધ થઇ ગઈ હતી, પણ સીરિયલમાં કામ કરનારા કલાકારો અને કૃ મેમ્બર્સને અત્યાર સુધી તેમનું પેમેન્ટ નથી કરવામાં આવ્યું.
View this post on Instagram
આવા સમયે સીરિયલના લીડ એક્ટર જાન ખાને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક વિડીયો શેર કર્યા છે, જેમાં તેમને જણાવ્યું છે કે પ્રોડ્યૂસર્સે 6 મહિના થઇ જવા છતાં અત્યાર સુધીમાં તેને કોઈ પેમેન્ટ નથી આપી. તેમને લખ્યું – હું આ પોસ્ટ મારી ટીમના ટેક્નિશિયલ, કેમેરામેન, શોના યુનિટ, મેકઅપ મેન, કો-સ્ટાર અને પોતાના માટે લખી રહ્યો છું.
View this post on Instagram
હું અત્યાર સુધીમાં કરિયરમાં ઘણા મોટા પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી ચુક્યો છું પણ આવું કોઈએ શોની ટિમ સાથે નથી કર્યું. મને હંમેશા સમય પર કામના પૈસા મળતા રહયા છે. પણ પ્રોડ્યુસર્સ આ ઠીક નથી કરી રહયા.
View this post on Instagram
જાન ખાને આર્ટિસ્ટ સુપ્રિયા પ્રદર્શનીનો વિડીયો પણ શેર કર્યો છે, જેમાં તે કહી રહી છે કે એક વર્ષ થવા આવ્યું છે, અમે કામ કર્યું હતું. પહેલાં અમને જે ચેક મળ્યા એ બાઉન્સ થઇ ગયા. હવે કોરોનામાં તકલીફ થઇ રહી છે. મન થાય છે કે અમે કશું કરી ન લઈએ.
View this post on Instagram
પગારના અભાવે, શોની આખી ટીમ આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહી છે. આવા સંજોગોમાં, ટીમના સભ્યોએ શોના નિર્માતાઓને આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી. આ સીરીયલ સાથે સંકળાયેલ ટીમનું કહેવું છે કે જો તેમને પગાર નહીં મળે તો તેમને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.