પોતાના ઝારાથી જ પોતાની પીઠ ખંજવાળી રહ્યા હતા આ કાકા, કોઈએ પાછળથી બનાવ્યો વીડિયો, લોકોએ કહ્યું, “સમોસામાં એટલે જ ટેસ્ટ આવે છે..” જુઓ

આજે મોટાભાગના લોકો બહારની ખાણીપીણીને વધારે પસંદ કરતા હોય છે, એમાં તો રસ્તા ઉપર મળતું ફાસ્ટફૂડ લોકો હોંશે હોંશે ખાતા હોય છે. કારણ કે તેનો ટેસ્ટ જ એવો હોય જે આંગળા ચાટતા કરી દે. પરંતુ આવા ખાવામાં મોટાભાગે હાઇજીનનું ધ્યાન નથી રાખવામાં આવતું. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે. હાલ પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા પછી તમને પણ સમોસા, કચોરી જેવી વસ્તુઓ ખાવાનું મન નહીં થાય.

ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહેલી ક્લિપમાં, હલવાઈ સમોસા-જલેબી બનાવવાના ઝારાથી પોતાની પીઠ ખંજવાળતો જોવા મળે છે. આ જોઈને યુઝર્સના હોશ ઉડી ગયા છે અને હવે દરેક લોકો સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડવાળા બજારમાં બધાની સામે આવું કરતા વ્યક્તિ સહેજ પણ ખચકાતા નથી. ત્યારે તેની પાછળ ઉભેલો એક વ્યક્તિ પોતાના મોબાઈલ કેમેરામાં આ ઘટના કેદ કરી લે છે.

આ વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઇ ગઈ. ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, તો સાથે જ ઘણા લોકોને આ ઘટના પસંદ નથી આવી રહી અને કહી રહ્યા છે કે આમ હાઇજીન જળવાતું નથી અને આ રીતે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

આ વીડિયો ક્યાં અને ક્યારે શૂટ કરવામાં આવ્યો છે તેના વિશેની કોઈ માહિતી પ્રાપ્ત નથી થઇ રહી. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને લોકોનું મન સમોસા અને કચોડી જેવી વસ્તુઓ ખાવા ઉપરથી પણ ઉડાવી દીધું છે.

Niraj Patel