હળવદમાં કાચી ઉંમરનો પ્રેમ ના પહોંચ્યો પરાકાષ્ઠાએ, પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂકી અને મોતને વહાલું કર્યું

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે, ખાસ કરીને નાની ઉંમરના લોકો નાની એવી વાતમાં પણ આપઘાત કરી લેતા હોય છે, તો ક્યાંક કેટલાક લોકો પોતાને મનગમતો પ્રેમ ના મળવાના કારણે પણ આપઘાત જેવા પગલાં ભરવા લાગે છે. હાલ એવી જ એક ખબર હળવદથી સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના હળવદ રેલવે સ્ટેશન નજીક ગત બુધવારે ત્રણેક વાગ્યાના અરસામાં પ્રેમી યુગલે કોઈ કારણોસર ટ્રેન નીચે ઝપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈ ચકચાર મચી છે. પ્રેમી યુગલે ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર બપોરના સુમારે પસાર થતી માલગાડી કચ્છ તરફથી હળવદ પહોંચતા યુવક યુવતીએ ઝંપલાવ્યું હતું. માલગાડી હડફેટે ચડી જતા ચુલી ગામના વિશાલભાઈ ઠાકોર અને ગોપાલગઢ ગામની નિકિતા ઠાકોરનું મોત થયું છે. બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ પણ ત્વરિત બનાવ સ્થળે પહોંચી ગઈ હતી.

બંને મૃતકોની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે  આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધટનાની જાણ થતાં પોલીસ અને રેલવે પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Niraj Patel