રસોઈ

આવો જાણીએ, મગની દાળના હલવો બનાવવાની રીત- એકવાર બનાવો, ખુશ થઇ જશે બધા

સામાન્ય રીતે અમુક લોકોને જમી લીધા બાદ કંઈને કંઈ મીઠ ખાવાની આદત હોય છે.  લોકો મીઠાઈમાં અલગ-અલગ પ્રકારની મીઠાઈ ટ્રાય કરતા હોય છે. તો અમુક લોકો જમ્યા બાદ કંઈ ના હોય  તો દહીં અને ખાંડ ખાઈને પણ ચલાવી લેતા હોય છે. ત્યારે આજે આપણે જાણીશું બહુજ ટૂંકા સમયમાં બની જતો મગની દાળનો હલવો

Image Source

મગની દાળનો હળવો બનાવવાની સામગ્રી

  • મગની દાળ : 1 કપ
  • દૂધ : 1 કપ
  • ખાંડ : 1 કપ
  • એલચીનો ભૂકો : 1/2 ટી.સ્પૂન
  • કેસર : 1 ટી.સ્પૂન
  • પલાળેલ બદામ : 1/2 કપ
  • પાણી : 2 કપ
  • ઘી : 1 કપ

હલવો બનાવવાની રીત :

સૌ પ્રથમ મગની દાળને 5 થી 6 કલાક માટે પલાળવી.ત્યારબાદ તેના હળવે હાથે ફોતરાં કાઢી નાખવા. ફોતરાં નીકળી ગયા બાદ તેને મિક્સરમાં વાટી લેવું. કેસરને 2 ચમચી દૂધમાં પલાળી લેવાનું.

ત્યારબાદ એક વાસણમાં ઘી ગરમ કરી તેના દાળનું મિશ્રણ નાખી 15થી 20 મિનિટ સુધી મિશ્રણને ધીમી આંચે હલાવો.

ત્યારબાદ તેમાં ખાંડ અને દૂધ નાખી હલાવવો. જ્યાં સુધી ખાંડ મિશ્રના થાય ત્યાં સુધી હલાવો.

દાળનું મિશ્રણ વાસણમાંથી છૂટું પડી જાય ત્યાં સુધી હલાવો. દાળનું મિશ્રણ ચોંટવાનું બંધ કરે ત્યારબાદ તેમાં કેસરવાળું દૂધ ઉમેરી થોડીવાર માટે ગરમ કરો.

Image Source

ત્યરબાદ છેલ્લે તેમાં ઈલાયચીનો ભુક્કો નાખી ગરમ-ગરમ સર્વ કરો.

તો તૈયાર છે માંગણી દાળનો હલવો

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App