આટલું બધું ભણેલા કેમ આત્મહત્યા કરતા હશે? અડાલજમાં પ્રિન્સિપાલ મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યૂ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના ઘણા બધા મામલા સામે આવી રહ્યા છે, જેમાં કેટલાક માનસિક તણાવમાં તો કેટલાક આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા લોકોના આપઘાતનું રહસ્ય તેમના મોત સાથે જ અકબંધ રહી જાય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક હળવદની હાઈ સ્કૂલમાં ફરજ બજાવતા એક મહિલા પ્રિન્સિપાલની લાશ સુરતના એક ફ્લેટમાંથી મળી આવી છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદની હાઈ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય શિક્ષિકા આશાબેન વાઢેર છેલ્લા 5 દિવસથી ગુમ હોવાની ફરિયાદ તેમના ભાઈ દ્વારા પોલીસ મથકે આપવામાં આવી હતી. આશાબેન સુરેન્દ્રનગરના મારૂતિ પાર્કમાં રહેતા હતા અને ગત તા. 30 ઓગસ્ટના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા.

જેના બાદ હવે તેમની લાશ સુરતના અડાલજ વિસ્તારમાં આવેલા આર્શ્વનાથ ફ્લેટમાંથી મળી આવી. મીડિયા રિપોર્ટ અનુસાર તેમને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ રીતે બંધ મકાનમાં તેમની લાશ મળી આવતા ચકચારી મચી ગઈ હતી. આ મામલામાં કોઈ સુસાઇડ નોટ નથી મળી આવી ત્યારે પોલીસ હવે આપઘાત પાછળનું સાચું કારણ શોધવામાં લાગી છે.

આશાબેન પહેલા રાજકોટમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા જેના બાદ તેમને ક્લાસ 2ની પરીક્ષા પાસ કરી અને પછી તેઓ હળવદના નેરૂપરા ગામની હાઈ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા હતા. તેઓ અડાલજમાં કોઈ મિત્ર મારફતે ત્યાં ફ્લેટમાં રોકાયા હતા. લગભગ 4 વર્ષ પહેલા આશાબેનના છૂટાછેડા થયા હોવાનું અને ત્યારબાદ તે એકલવાયું જીવન જીવતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસ આ મામલે મોતનું સાચું કારણ શોધવામાં લાગી છે.