હાલોલની 16 વર્ષીય કિશોરીને પિત્ઝા રેસ્ટોરન્ટના સંચાલકે પીંખી નાખી…બીજા નરાધમે કારમાં લઇ જઈને…જાણો વિગત
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં ખાસો વધારો થતો જોવા મળ્યો છે, ઘણી જગ્યાએ મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડ થાય છે, તો ઘણા નરાધમો કિશોરીઓને પણ પોતાની હવસનો શિકાર બનાવે છે. હાલ એવી જ એક ઘટના પંચમહાલના હાલોલમાંથી સામે આવી છે, જ્યાં એક કિશોરી સાથે સામુહિક બળાત્કાર થયો.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલના છેવાડા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય એક કિશોરીને હાલોલની જ ઉમા સોસાયટીમાં રહેતા નિર્મલ પટેલ સહીત 6 યુવક યુવતીઓ 17 નવેમ્બરના રોજ જન્મ દિવસની ઉજવણી કરવા માટે કારમાં વડોદરા આવ્યા હતા. ત્યાં તેમને સમામાં આવેલા વુડઇજેન્સ પીઝામાં પાર્ટી કરી હતી. અહીંયા જ પીઝા સ્ટોરના સંચાલક હાર્ટિક પંચાલ સાથે નિર્મલે બધાની ઓળખાણ પણ કરાવી હતી.

પીઝા સ્ટોરમાં તેમને પીઝા સાથે પીણું પણ પીધું હતું જેના બાદ મોટી રાત્રે સાથે આવેલા એક યુવક અને યુવતી એક્ટિવ ઉપર અને નિર્મલની કારમાં કિશોરી સાથે હાર્દિક પંચાલ અને અન્ય મિત્રો હરણી પાસે આવેલી એક હોટલમાં ગયા હતા.જ્યાં નિર્મલ અને હાર્દિક કિશોરીને બળજબરી રૂમમાં લઇ ગયા.

હોટલની રૂમમાં નિર્મલ અને હાર્દિકે કિશોરીને સંબંધો બાંધવા માટે દબાણ કર્યું પરંતુ કિશોરીએ ના પાડતા નિર્મલ ગુસ્સે ભરાયો હતો અને ટેબલ ઊંચકીને ફેંકી રૂમની બહાર નીકળી ગયો હતો, જેના બાદ હાર્દિકે કિશોરી સાથે બળજબરી કરી હતી અને ધમકી પણ આપી હતી કે આ વાત જો કોઈને કહીશ તો તારા માતા પિતાને મારી નાખીશ.

આ ઘટના બાદ જયારે મોડી રાત્રે નિર્મલની કારમાં હાલોલ પરત ફરી રહ્યા હતા ત્યારે કિશોરીએ તેના મિત્રોને આ ઘટના વિશે જણાવ્યું, કિશોરીને ઘરે મુકવા જતી વખતે દાવડા પાસે નિર્મલે કાર એક ટ્રક પાછળ ઉભી રાખી અને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પછી તે કિશોરીને તેના ઘરે છોડી ગયો હતો.

આ ઘટના બાદ પણ હાર્દિકે 19 ડિસેમ્બરના રોજ કિશોરીને ફોન કરી અને વડોદરા આવવા કહ્યું અને જો નહિ આવે તો તેના સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરી દેવાની પણ ધમકી આપી, જેના બાદ કિશોરી બસમાં બેસી અને હાલોલથી વડોદરા ગોલ્ડન ચોકડી પહોંચી, ત્યાં હાર્દિક તેને કારમાં બેસાડી કોઈ અવાવરું જગ્યા ઉપર આવેલી રૂમમાં લઇ ગયો અને સતત બે દિવસ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો અને ત્રીજા દિવસે કિશોરીને 50 રૂપિયા આપી અને ગોલ્ડન ચોકડી ઉતારી ભાગી ગયો.

કિશોરી જયારે પોતાના ઘરે પરત આવી ત્યારે પરિવારજનોના પૂછતાં તેને આ સમગ્ર હકીકત જણાવી હતી, જેના બાદ પરિવારને પણ આઘાત લાગ્યો હતો. આખરે કિશોરીએ હિંમત દાખવી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાર્દિક અને નિર્મલ પટેલ વિરુદ્ધ અપહરણ, પોક્સો, ગુનાહિત કાવતરા સહિત જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી હાલોલમાંથી બંનેને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે બંનેની પૂછપરછકરી રહી છે.