દીકરા-દીકરાના લગ્ન વેળાએ જ થયુ પિતાનું મોત, અકસ્માતમાં ગુમાવ્યો જીવ ! ભગવાન આવો દિવસ કોઇને ન દેખાડે..
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ખબરો સામે આવે છે, જેમાં કેટલાક લોકોના મોત પણ થતા હોય છે. ઘણીવાર કોઇ ઘરમાં લગ્ન કે કોઇ અન્ય ખુશીનો પ્રસંગ હોય અને ત્યારે કોઇ એવી ઘટના બને કે તેને કારણે વાતાવરણ શોકમગ્ન બની જાય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો. જેમાં હાલોલ-વડોદરા હાઇવે પર આવેલા આસોજ ગામ પાસે એક રિક્ષાનું આગળનું વ્હિલ નીકળી જતા તે પલટી ખાઈ ગઈ હતી,
જેને કારણે રિક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વાઘોડિયાના સિંહાપુરા ગામનો પરિવાર સાવલીના આદલવાડા ગામે દીકરીના લગ્ન નક્કી કર્યા હોવાથી આદલવાડા વેવાઈના ઘરે હાજરી આપવા ગયા હતા. ત્યારે ત્યાંથી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. જો કે, જેનું મોત થયુ તેમના દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ તેમના મોતના સમાચાર આવી ગયા.
અકસ્માતને પગલે સિંહાપુરા ગામમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ ગઈ હતી. રીક્ષામાં વાધોડિયાના સિંહાપુરાનાં લોકો હતા અને તેઓ જેઓ સાવલીના આદલવાડા ખાતેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા રાજુભાઈ ભાલીયાનું મોત નિપજ્યું. ઘરે લોકો તેમની રાહ જોઈ રહ્યા હતા પણ અકસ્માત સર્જાતા ઘરના મોભીનું મોત નિપજ્યું હતું. મૃતક રાજુભાઈની પત્ની અને દીકરી ઉપરાંત તેનો ભાઈ દીકરીના જ્યાં લગ્ન કર્યા છે ત્યાં વેવાઈને ત્યાં હાજરી આપવા ગયા હતા.
આ દરમિયાન રિક્ષાનું પૈડું નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. સોમવારે રાજુભાઈની દીકરીના લગ્ન હતા અને 7 ફેબ્રુઆરીના રોજ રાજુભાઈના દિકરાની જાન લઈને ખેડા કરમશીયા ગામે જવાનું હતું. જો કે, પરિવારના મોભીનું મોત નિપજતા ખુશીના માહોલ વચ્ચે ગમગીની છવાઈ ગઇ હતી.