આ મહિલા એક સાથે જ 9-9 બાળકોને જન્મ આપીને બની ગઈ સેલેબ્રીટી, જુઓ કેવી રીતે રાખે છે એક સાથે આ બાળકોની સંભાળ

દુનિયામાં ઘણી એવી ઘટનાઓ ઘટતી હોય છે જેના ઉપર વિશ્વાસ કરવો ખુબ જ મુશ્કેલ બને છે, આજના સમયમાં ટેકનોલોજી પણ એટલી આગળ વધી ગઈ છે કે કંઈપણ જાણે અશક્ય હોય તેમ લાગતું નથી. આજે બાળકોના જન્મ માટે વિવિધ ટેક્નોલીજી આવી ગઈ છે, ત્યારે વિશ્વના ઈતિહાસમાં એવી માત્ર 3 ઘટનાઓ નોંધાઈ છે જ્યારે કોઈ મહિલાએ એક સાથે 9 બાળકોને જન્મ આપ્યો હોય.

 

View this post on Instagram

 

A post shared by Nonuples Arby (@les_nonuples_arby)

પરંતુ આમાંથી બે ઘટનાઓમાં ડિલિવરી પછીના થોડા દિવસો સુધી કોઈ બાળક બચ્યું ન હતું. પરંતુ ત્રીજી ઘટના ગયા વર્ષે બની હતી જ્યારે 25 વર્ષની મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો. લગભગ એક વર્ષ પછી, તમામ 9 બાળકો સ્વસ્થ છે. તાજેતરમાં બાળકોના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવો જાણીએ આ મહિલાની કહાની…

 

View this post on Instagram

 

A post shared by Nonuples Arby (@les_nonuples_arby)

26 વર્ષની હલિમા સિસેએ 4 મે 2021ના રોજ 9 બાળકોને જન્મ આપ્યો હતો. હલીમા માલીની રહેવાસી છે. પરંતુ ડિલિવરી પહેલા જ હલિમાને માલિયાની સરકાર દ્વારા વિશેષ સંભાળ માટે મોરોક્કો મોકલવામાં આવી હતી. લગભગ એક વર્ષ પછી, હલીમા હજી પણ તેના બાળકો સાથે મોરોક્કોમાં રહે છે. તેમને સ્પેશિયલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nonuples Arby (@les_nonuples_arby)

હલીમાને 9 બાળકોમાં 5 છોકરીઓ અને 4 છોકરાઓ છે. બાળકોના પિતાનું નામ કાદર અરાબે છે. કાદર 36 વર્ષના છે. કાદર માલીની મિલિટ્રીમાં કામ કરે છે. તેણે કહ્યું કે બધા બાળકો હવે ચાલી રહ્યા છે, કેટલાક બાળકો બેઠા છે અને કેટલાક બાળકો પણ ટેકો લઈને ચાલવા લાગે છે. પિતાએ જણાવ્યું કે તમામ બાળકોનો સ્વભાવ અલગ-અલગ હોય છે. કેટલાક બાળકો ખૂબ ઘોંઘાટીયા હોય છે અને કેટલાક ખૂબ શાંત હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Nonuples Arby (@les_nonuples_arby)

એક જ સમયે ઘણા બાળકોને જન્મ આપવો ખતરનાક માનવામાં આવે છે. ઘણા દેશોમાં, જો મહિલાઓને ગર્ભમાં એક સાથે 4થી વધુ બાળકો હોય તો તેમને ગર્ભપાત કરાવવાની સલાહ આપવામાં આવે છે. અકાળ જન્મ અને બાળકોમાં રોગોનું જોખમ પણ છે. ડોક્ટરોએ હલીમાને એમ પણ કહ્યું હતું કે જો તે પ્રેગ્નન્સી પૂરી કરવાનો પ્રયાસ કરશે તો તેના જીવને જોખમ થઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Nonuples Arby (@les_nonuples_arby)

આ વખતે જ્યારે આ 9 બાળકોનો પ્રથમ જન્મદિવસ ઉજવવામાં આવ્યો ત્યારે હોસ્પિટલની નર્સો પણ હાજર હતી. બાળકોની કેક પણ કાપવામાં આવી હતી. જ્યારે આ 9 બાળકોનો જન્મ થયો ત્યારે તેમનું વજન 500 ગ્રામથી 963 ગ્રામની વચ્ચે હતું. બાળકોને જન્મ આપનારી ટીમમાં 10 ડોકટરો, 25 પેરામેડિકલ સ્ટાફ અને 18 નર્સનો સમાવેશ થાય છે.

હલીમાએ 9 બાળકો પેદા કરીને 8 બાળકોની માતા નાદ્યા સુલેમાનનો રેકોર્ડ તોડ્યો હતો. નાદ્યાએ 2009માં આઠ બાળકોને જન્મ આપ્યો હતો. હલીમાના નવા રેકોર્ડને કારણે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગયું. તે દુનિયાભરના મીડિયામાં સેલિબ્રિટીની જેમ છવાયેલી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં હલીમાના તમામ નવ બાળકોને વેન્ટિલેટર પરથી ઉતારી લેવામાં આવ્યા હતા. ડોકટરોની સલાહ પર બાળકોને બોટલમાંથી ખવડાવવામાં આવ્યા હતા.

Niraj Patel