ખબર

કોરોના કાળમાં મહિલા પોલીસકર્મીને ના મળી લગ્નની રજાઓ, તો પોલીસ સ્ટેશનમાં જ ચોળવામાં આવી પીઠી, જુઓ તસવીરો

કોરોના સંક્ર્મણ સમગ્ર દેશની અંદર ફેલાઈ રહ્યો છે, ત્યારે આ સમયે ડોક્ટર, સ્વાસ્થ્યકર્મીઓ અને પોલીસકર્મીઓ ખડેપગે ઉભા રહીને કામ કરી રહ્યા છે. ના તે સમયસર પોતાના ઘરે જઈ શકે છે, ના કોઈ વાર તહેવાર કે રજાઓ તેમને મળી રહી છે.

ત્યારે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ ફરજ બજાવી રહેલા એક મહિલા પોલીસકર્મી સાથે આવું જ કંઈક થયેલું જોવા મળ્યું છે. આ મહિલા પોલીસકર્મીને પોતાના લગ્ન હોવા છતાં પણ કોરોના મહામારી હોવાના કારણે રજા ના મળી તો લગ્ન પહેલા મહિલાની પીઠી પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

જાણકારી પ્રમાણે પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલના પદ ઉપર નિયુક્ત હીરાતા નિવાસી આશા રોતના લગ્ન 30 એપ્રિલના રોજ માથુગામડાના કોટાણા ગામમાં થવાના છે. જેન લઈને સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ દાન અને સમસ્ત કોતવાલી પોલીસ સ્ટેશનમાં પીઠીની રસમ પૂર્ણ કરીને લગ્ન માટેની શુભકામનાઓ આપવામાં આવી.

પોલીસ સ્ટેશનની અન્ય મહિલા પોલીસકર્મીઓએ પણ આશાને પીઠી ચોળી હતી અને મંગળ ગીતો ગાઈને આ રિવાજને ખુબ જ સારી રીતે નિભાવ્યો હતો. આશાનું કહેવું છે કે તેના લગ્ન ગયા વર્ષે મે મહિનામાં થવાના હતા, પરંતુ દેશમાં લાગેલા લોકડાઉનના કારણે તેના લગ્ન પાછા ઠેલવામાં આવ્યા હતા.

આ વર્ષે તેના લગ્ન 30 એપ્રિલના રોજ નક્કી હતા. પરંતુ લોકડાઉનના કારણે તે હજુ પોતાની ફરજ ઉપર જ છે અને આજ કારણ છે કે પીઠીના વિધિ માટે પણ તેને રજાઓ ના મળી તો પોલીસ સ્ટેશનમાં જ તેનું આયોજન કરવામાં આવ્યું. જો કે આશાને લગ્ન માટે રજાઓ મળી ગઈ છે.