ખબર

લે બોલો…ગુજરાતી ગધેડીના 1 લિટર દૂધની કિંમત રૂ, 7000 – જાણો એવું તો શું છે વળી?

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે દૂધનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે, અને તેમાં પણ હાલ ગુજરાતની અંદર હાલારી ગધેડીનું દૂધ ચર્ચાનો વિષય બન્યું છે, આ દૂધ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, પરંતુ તેની કિંમત સાંભળીને આંખો પહોળી રહી જાય તેમ છે.

Image Source

હાલારી ગધેડીનું એક લીટર દૂધ 7 હજાર રૂપિયા લીટર સુધીમાં વેચાઈ રહ્યું છે. જાણીને નવાઈ લાગે પરંતુ આ એકદમ સાચી વાત છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતા હાલારી ગધેડાની પ્રજાતિના દૂધની ભારે માંગ છે. જામનગર અને દ્વારકા પંથકમાં મોટી સંખ્યામાં આ પ્રજાતિના ગધેડા જોવા મળે છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો હોવાથી ઊંચી કિંમતે વેચાય છે.

Image Source

આ પ્રજાતિની ગધેડીઓ રોજનું એકથી દોઢ લીટર જેટલું દૂધ આપે છે. આ દૂધની અંદર પોષક તત્વોની ભરમાર હોય છે તેમજ વિટામિન બીની પણ ભરપૂર માત્ર હોય છે, હરિયાણાના હિસારામાં આવેલા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇકવેેન્સ તરફથી હિસારમાં ગધેડીના દૂધની ડેરી શરૂ કરવાનો પ્રોજકેટ હાથ ધરવામાં આવ્યો છે.

Image Source

આ પ્રોજકેટ માટે અત્યારે હિસાર ખાતે હાલારી ગધેડાઓને કાળજી પૂર્વક ઉછેરવામાં આવી રહ્યાં છે. જ્યાં તેના દૂધની કિંમત 7000 રૂપિયા પ્રતિ લિટર રાખવામાં આવી છે.