“સમાજને એક કરવાનું કામ કલાકારોએ કરવું જોઈએ..” બ્રિજરાજદાન અને દેવાયતના વિવાદમાં હકાભા ગઢવીની એન્ટ્રી!

હાલમાં ગુજરાતના બે લોકસાહિત્યકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે દેવાયત ખવડ અને બ્રિજરાજ ગઢવી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે મોરબી જિલ્લામાં રહેતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પણ ઝંપલાવ્યું છે. હકાભા ગઢવીએ કહ્યું કે, “લાયકાત વગરના કલાકારોને સ્ટેજ ન આપવું જોઈએ. કલાકારો અંદરો અંદર ભલે લડે પરંતુ સ્ટેજ ઉપર લડે તે યોગ્ય ન કહેવાય. કલાકારોએ સમાજને એક કરવાનું કામ કરવું જોઈએ તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે.”

હકાભા ગઢવીનું નિવેદન

હકાભા ગઢવીએ કહ્યું કે, “કલાકારે કંઈક સમાજને આપવાનું હોય છે, સારા ગીતો, સારી વાતો તેમજ સારા વિચારો આપવાના હોય છે અને કલાકારને કોઈ દિવસ વિવાદોમાં આવવાનું ન હોય પરંતુ જો સ્ટેજ પર કલાકારો વિવાદમાં આવશે તો આ સંસ્કૃતિનું શુ થશે. ત્યારે હું બધા કલાકારોને વિનંતી કરૂ છું કે, આપણે બાજવું ન જોઈએ, આપણા જગડા કે, વિવાદ હોય તેને સ્ટેજની નીચે પતાવી દેવાના હોય છે. કોઈ પણ વિવાદ હોય તો તેને સ્ટેજ પર ન લાવવાના હોય.”

 

View this post on Instagram

 

A post shared by @gujarati____kalakar

Twinkle