ક્યારેય પીધી છે હાજમોલા ચા ? જોઈને તમારા પણ કમકમીયા વછૂટી જશે, આ જગ્યાએ બનાવી રહ્યા છે કાકા, જુઓ વાયરલ વીડિયો
Hajmola Tea Recipe video : આપણા દેશની અંદર ચાના શોખીનો તમને દરેક ઘરમાં મળી જશે. મોટાભાગના લોકોની સવાર જ ચા સાથે થતી હોય છે. બજારની અંદર તમે અલગ અલગ પ્રકારની ચા મળતી જોઈ હશે. જેમાં આદુ મસાલા વાળી ચા, લેમન ટી અને એવા કેટલાય પ્રકારની ચા મળતી હોય છે. થોડા સમય પહેલા જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક ભાઈ ફ્રૂટ ટી બનાવતા જોવા મળ્યા હતા, ત્યારે હવે એક વધુ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કાકા હાજમોલા ચા બનાવી રહ્યા છે.
ફૂડ બ્લોગરે ‘હાજમોલા ચા’નો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ઘણા લોકો આ વાત પચાવી શકતા નથી. તેમને સમજાતું નથી કે કોઈ ચામાં હાજમોલા કેવી રીતે નાખે. દુકાનદાર આ ખાસ ચા બનાવતા પહેલા કાચના વાસણને ગરમ પાણીથી ધોઈ નાખે છે. પછી તેમાં ખાંડ, આદુ, ફુદીનો અને ગરમ ચા ઉમેરીને મિક્સ કરીને તેમાં લીંબુ નાંખવામાં આવે છે.
આ પછી, તે એક રૂપિયાના હજમોલાનું પેકેટ લે છે. પછી તેને ક્રશ કરે છે અને ચામાં તેનો પાવડર નાખે છે અને તેને સારી રીતે મિક્સ કરે છે. આ પછી તે ચા સર્વ કરે છે. હવે સ્વાદની કલ્પના કરો. કારણ કે લોકો તેના વિશે જુદી જુદી વાતો કરી રહ્યા છે. આ વાયરલ ક્લિપને લાખો લોકો જોઈ ચુક્યા છે અને હજારો લોકોએ લાઈક પણ કરી છે. તેમજ સેંકડો યુઝર્સે કોમેન્ટ પણ કરી છે.
View this post on Instagram
જ્યાં કેટલાક યુઝર્સે લખ્યું કે ચા સાથે કેવી રીતે આ ગેમ્સ રમાઈ રહી છે. એકે લખ્યું કે ગરુડ પુરાણમાં તેની અલગથી સજા કરવામાં આવશે. જ્યારે કેટલાકે કહ્યું કે મરતા પહેલા એકવાર આ ચા અજમાવી જુઓ… તમને મજા આવશે. જ્યારે કેટલાક યુઝર્સે લખ્યું કે આ ચા પીવાથી ગેસ નહીં થાય. આ ઉપરાંત પણ લોકો અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.