આ ભાઈએ 60 બાળકો પેદા કર્યા, કહ્યુ- બૈરું ઇચ્છે છે હજુ પણ બાળકો થાય, પણ….
ભારતના પાડોશી મુલ્ક પાકિસ્તાનથી એક એવી ખબર સામે આવી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો ચુટકી લેવા લાગ્યા. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સરદાર હાજી જાન મોહમ્મદના ઘરમાં 60માં બાળકે જન્મ લીધો છે. બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાના સરદાર હાજી જાન મોહમ્મદનો દાવો છે કે 1 જાન્યુઆરી રવિવારના રોજ તેમના ત્યાં 60માં બાળકનો જન્મ થયો છે. હાજી જાન મોહમ્મદે જણાવ્યુ કે, 60માંથી 5 બાળકોના મોત થઇ ગયા છે અને 55 જીવિત છે અને તે બધા સ્વસ્થ છે.
ક્વેટાના રહેવાસી હાજી જાન મોહમ્મદ એક ડોક્ટર છે અને તે વિસ્તારમાં તેમનું ક્લીનિક પણ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, હાજી જાન મોહમ્મદે પહેલીવાર 1999માં લગ્ન કર્યા હતા. તેમણે કહ્યુ- આ અલ્લાહની હેમત છે. તેઓ તેમના 60માં બાળકના જન્મથી ઘણા જ ખુશ છે. રીપોર્ટ્સ અનુસાર, આ બાળકનું નામ હાજી ખુશહાલ ખાન રાખવામાં આવ્યુ છે. જાન મોહમ્મદે અત્યાર સુધી ત્રણ લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન 1999માં થયા હતા અને પહેલી પત્નીથી પેદા થયેલ દીકરીની ઉંમર હાલ 22 વર્ષ છે. જેનું નામ સગુફ્તા નસરીન છે.
સરદાર હાજી જાને ચોથીવાર લગ્ન કરવાની પણ ઇચ્છા જતાવી છે. તેમણે કહ્યુ કે, તે જલ્દી જ ચોથીવાર લગ્ન કરશે. તેમણે તેમના મિત્રોને કહ્યુ છે કે, તેમના ચોથા લગ્ન માટે છોકરી શોધે. જીવન તેજી સાથે વીતી રહ્યુ છે અને આ માટે ચોથા લગ્ન કરવા માટે પ્રાર્થના કરો. જાન મોહમ્મદે એ પણ જણાવ્યુ કે, તે અને તેમની પત્નીઓ ઘરમાં એક છોકરા કરતા વધારે એક છોકરીને પ્રાથમિકતા આપે છે. 50 વર્ષિય જાન મોહમ્મદ કહે છે તે હજી પણ બાળક પેદા કરવા માટે રોકાશે નહિ, જો અલ્લાહ ઇચ્છશે તો તેમના ઘરમાં હજુ પણ બાળકો જન્મ લેશે. તેમની પત્નીઓ પણ આ ઇચ્છે છે.
એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, લાગે છે કે હાજી સાહબનો ઇરાદો પોપ્યુલેશન વધારવાનો છે. એક અન્ય યુઝરે લખ્યુ-દેશ કંગાળીના રસ્તા પર છે અને હાજી જાન મોહમ્મદ આબાદી વધારવાના રસ્તે.સરદાર જાન મોહમ્મદ ક્વેટા શહેરના ઇસ્ટર્ન બાયપાસ પાસે રહે છે. તે જણાવે છે કે તેમનો કોઇ મોટો કારોબાર નથી અને પરિવારના બધા સભ્યોના ખર્ચા ક્લિનીકથી જ ચાલે છે. તેમની કેટલીક દીકરીઓની ઉંમર પણ લગ્નને લાયક થઇ ગઇ છે,
પણ તે તેમને વધુ ભણાવવાની ઇચ્છા રાખે છે. જાન મોહમ્મદ ફરવાના પણ શોખીન છે. તેમનું માનવુ છે કે તેમના બાળકો પાકિસ્તાનના બધા વિસ્તારની સફર કરે. જો કે, એ પોતે જણાવે છે કે બાળકોને હવે કારમાં લઇ જવા સંભવ નથી, તેમણે સરકારને મદદની અપીલ કરી છે. જાન મોહમ્મદ ઇચ્છે છે કે પાકિસ્તાનની સરકાર તેમને એક બસ ઉપલબ્ધ કરાવે કારણે કે તે તેમના બાળકોને ફરાવી શકે.
पाकिस्तान के बलूचिस्तान प्रांत की राजधानी क्वेटा के सरदार हाजी जान मोहम्मद के 60वें बच्चे ने रविवार जन्म लिया। इनमें से 55 जीवित हैं। 50 वर्षीय जान मोहम्मद डॉक्टर हैं। उनका कहना कि ‘अल्लाह ने चाहा तो बेगम और बच्चे पैदा करेंगी’। वे अपने लिए चौथी बीबी भी ढूंढ रहे हैं। #पाकिस्तान pic.twitter.com/KrQlxDt7tg
— डॉ. सुदीप शुक्ल (Dr. Sudeep Shukla) (@DrSudeepShukla1) January 2, 2023