હેલ્થ

ક્યાંક તમારા કાન પર તો વાળ નથી ને? જો છે તો થઈ જાવ સાવધાન કારણકે…

ઘણા લોકોના કાન પર વાળ હોય છે. જો કે આ એક સામાન્ય વાત છે. આપણને આવા લોકો ખુબ આસાનીથી મળી જાય છે જેઓના કાન પર વાળ હોય છે.અમુક લોકોના શરીર પર જન્મની સાથે જ ખુબ જ વાળ હોય છે.હાથ-પગથી લઈને ચેહરા સુધી સામાન્ય કરતા વધારે વાળ હોય છે,આવા લોકોની આઈબ્રો પણ એકબીજાની વચ્ચે ભેગી થયેલી હોય છે.

Image Source

કહેવાય છે કે જેની આઈબ્રો વચ્ચેથી ભેગી થયેલી હોય છે તેવા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે પણ જો તમારા કાન પર વાળ છે તો તે તમારા માટે એક ચિંતાનો વિષય છે. જો તમારા કાન પર પણ વાળ છે તો સાવધાન થઇ જાવ કેમ કે તેનાથી તમે જાનલેવા બીમારીના શિકાર પણ થઇ શકો છો.

Image Source

વાસ્તવમાં કાન પર વાળનું હોવું સામાન્ય બાબત નથી,તેનાથી સ્વાસ્થ્યને ખુબ ખતરો આવી શકે છે. જો જન્મથી જ વાળ હોય તો તેને આનુવંશિક માની શકાય છે.જો તેના પિતા કે દાદાના કાન પર વાળ હોય છે તો તેની આવનારી પેઢી પર પણ તેની અસર જોવા મળે છે.

Image Source

રિસર્ચના આધારે જે લોકોના કાન પર વાળ હોય છે, તેઓ હૃદય રોગથી પીડિત હોય છે, મોટાભાગે આવા લોકોને હૃદયનો હુમલો ગમે ત્યારે આવી શકે છે.1973, Dr. Sanders T. Frank અને તેની ટિમના રિસર્ચ દ્વારા એ સામે આવ્યું હતું કે એવા લોકોમાં હાર્ટ એટેકની સમસ્યા વધારે હતી જેઓના કાન પર વધારે વાળ હતા.

Image Source

જો વાળ વધતી ઉંમરની સાથે વધવા લાગે તો વ્યક્તિએ સાવધાન થાવાની જરૂર છે. કેમ કે તે વધતી ઉંમરની સાથે ગંભીર બીમારીની ખાસ ચેતવણીના તરફ ઈશારો કરે છે. કાન પર વાળ હોવાની સમસ્યા આજના સમયમાં ભાગદોડ ભરેલા જીવનને લીધે પણ થઇ શકે છે પણ સૌથી વધુ આ સમસ્યા સિગરેટ પીનારા લોકોમાં જોવામાં આવી રહી છે. આ સિવાય ખરાબ લાઈફસ્ટાઇલ,પૌષ્ટિક આહાર ન લેવો, સમય પર ભોજન ન કરવું વગેરે જેવી બાબતો પણ કાન પર વધારે વાળ હોવા માટે જવાબદાર છે.

Image Source

શોધના અનુસાર અમુક એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો જેઓના કાન પર વાળ હતા. જેમાના અમુક એવા હતા જેઓના કાન પર થોડા ઘણા વાળ હતા જ્યારે બીજી તરફ એવા લોકો પણ હતા જેઓના કાન પર વધારે પડતા જ વાળ હતા.રિસર્ચ ટીમે જણાવ્યું કે જે લોકોના કાન પર વધારે વાળ હોય છે એવા લોકોમાં હૃદયના હુમલા આવવવાની સમસ્યા વધારે જણાઈ હતી.

રિસર્ચકર્તાઓએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પોતાની જીવનશૈલી યોગ્ય બનાવાની અને સિગરેટ જેવી આદતોને છોડવાની સલાહ આપી છે.આ સિવાય આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના અન્ય ઉપાયો પર રિસર્ચ કરવાની વાત કહેવામાં આવી છે.

આ સિવાય જ્યોતિષ શાસ્ત્રની જ એક શાખા સામુદ્રિક શાસ્ત્રના આધારે શરીરીના અંગોને જોઈને તેઓના ગુણો અને અવગુણો વિશે ઘણી બાબતો જણાવી શકાય છે. એવામાં શરીરની પાંચ જ્ઞાનેન્દ્રિઓમાં શામિલ કાનના આકાર-પ્રકારના આધારે પણ કોઈપણ લોકોનું વ્યક્તિત્વ અને ભવિષ્ય નક્કી થાય છે. આવો તો શાસ્ત્રના આધારે તમને જણાવીએ કે કાનની બનાવટના આધારે વ્યક્તિનું ભવિષ્ય કેવું છે.

1. જો કોઈ વ્યક્તિના કાન ખુબજ નાના છે તો તેઓ ભગવાન ભરોસે હોય છે. તેઓ કામ કરવાને બદલે ભગવાન પર બધું છોડી દેવામાં અને ભગવાનમાં વિશ્વાસ કરવાનું માને છે. પણ આવા લોકોને બીજાઓ પાસેથી પોતાનું કામ કઢાવવાનું ખુબ સારી રીતે આવડતું હોય છે. આવા લોકો લાલચી અને ચંચળ સ્વભાવના માનવામાં આવે છે.

2. જો કોઈ વ્યક્તિના કાન લાંબા છે તો તેઓ પરિશ્રમી અને વિચારશીલ હોય છે. લાંબા કાન બળ-બુદ્ધિનું પ્રતીક છે. આવો વ્યક્તિ ધનવાન પણ હોય છે. આવા લોકો પુરા લગનની સાથે કામ કરે છે અને સમય પર કામ પૂરું કરવાનું પસંદ કરે છે.

Image Source

3. જો કોઈ વ્યક્તિના કાનની પહોળાઈ વધારે છે તો આવા લોકો સુખ-સુવિધાના ભોગી બને છે. આવા લોકો મળેલા મૌકાનો પુરી રીતે ફાયદો ઉઠાવી લે છે. આવા લોકોનું આયુષ્ય પણ ખુબ લાંબુ હોય છે.

4. મોટા કાન વાળા લોકોમાં હિંમત પણ ખુબ જ વધારે હોય છે. આવા લોકો રાજનીતિ ક્ષેત્રમાં ખુબ જ આગળ વધી શકે છે, અને સારું કેરિયેર પણ બનાવી શકે છે.

Image Source

5. હાથીના કાનની જેમ લાંબા અને મોટા કાન વાળા લોકોની ગણતરી પ્રતિષ્ઠિત અને સંપન્ન લોકોમાં થાય છે. પોતાની મહેનતના દમ પર આવા લોકો મોટું પદ પણ મેળવી શકે છે.

6. આ સિવાય કાળા અને રૂખા-સૂકા કાન લોકો માટે અશુભ માનવામાં આવે છે. આવા લોકો ખુબ આળસુ હોય છે. આવા લોકોને જીવનમાં સંઘર્ષો સાથે લડવું પડે છે, અને તેઓને જીવનમાં સમસ્યાઓ જ આવતી રહે છે.

Image Source

7. કાનપટ્ટી સાથે જોડાયેલા લોકો બુદ્ધિમાન હોય છે. આવા લોકો પોતાની મહેનત, બુદ્ધિ અને આવડતના દમ પર પૈસા કમાય છે.

8. આ સિવાય ખુબ મોટા કાન ધરાવતા લોકો અસભ્ય માનવામાં આવે છે, આવા લોકો ક્રોધ અને અહંકાર ધરાવનારા હોય છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.