...
   

છોકરીના પેટમાં હતી એવી અજીબોગરીબ વસ્તુ કે ડોક્ટરે 5 કલાક કરી સર્જરી- પછી શું થયુ ?

17 વર્ષની છોકરીના પેટમાંથી નીકળ્યો 16 સેમી લાંબો વાળનો ગુચ્છો, ઓપરેશન બાદ ડોક્ટરો પણ હેરાન

એક 17 વર્ષની ખુશી ગૌતમ તાજેતરમાં એટલે ચર્ચામાં આવી કારણ કે તેના પેટમાંથી 16 સેન્ટિમીટર લાંબો વાળનો ગુચ્છો મળી આવ્યો. આ અસામાન્ય ઘટનાએ તબીબી વ્યાવસાયિકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા. સિંદૌલી જિલ્લાના અમદાર ગામની રહેવાસી ખુશી ઘણા દિવસોથી પેટમાં તીવ્ર દુખાવો, બેચેની અને સતત ઉલ્ટીઓથી પીડાતી હતી.

તેનો પરિવાર તેને શાહજહાંપુરની સરકારી મેડિકલ કોલેજમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેની સ્થિતિ સમજવા માટે ઘણા ટેસ્ટ કર્યા. સીટી સ્કેનથી તેના પેટની અંદર ટ્રાઇકોબેઝોઅર (વાળનો મોટો સમૂહ) હોવાનું નિદાન થયુ. ડોક્ટરોને આ વાતની જાણ થતાં જ તેમણે તાત્કાલિક ઓપરેશન કરવાનું યોગ્ય માન્યું.મેડિકલ કોલેજના પ્રોફેસરે જણાવ્યું કે શરૂઆતમાં મેડિકલ ટીમને શંકા હતી કે ખુશીને કિડનીમાં પથરી હોઈ શકે છે.

જો કે, સીટી સ્કેનમાં તેના પેટમાં મોટા પ્રમાણમાં વાળ જમા થયાનું બહાર આવ્યું. આવા કિસ્સાઓ અત્યંત દુર્લભ છે અને ખુશીની સ્થિતિનું કારણ તેના વાળ ખાવાની આદતને કારણે છે, જેને ટ્રાઇકોટિલોમેનિયા તરીકે ઓળખવામાં આવે છે. આ મામલા બહુ ઓછા જોવામળે છે, જો કે હાલ તો ઓપરેશન બાદ પેશન્ટ પૂરી રીતે સ્વસ્થ છે.

Shah Jina