કોરોના વાયરસને કારણે હાલ લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ છે. ત્રીજા તબક્કામાં અમુક છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે તામિલનાડુ સરકારે દેશમાં કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને લોકડાઉન દરમિયાન સમગ્ર રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ ન આપવાનો આદેશ આપ્યો છે.

તમિળનાડુ અને કેરળ સરકારે વાળ સલૂન અને બ્યુટી પાર્લર ખોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે આદેશ આપ્યો છે કે લોકડાઉન દરમિયાન નોન કન્ટેનમેન્ટ ઝોનમાં હેર સલુન્સ અને બ્યુટી પાર્લરને છોડીને હાર્ડવેર, સેનિટરી વેર, વીજળી, મોબાઈલ ફોન, લેપટોપ, ચશ્માં રિપેર, અને સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી વેચાણની દુકાનો ખોલવામાં આવશે.

રાજ્યમાં સવારે 6થી સાંજના 5 વાગ્યા દરમિયાન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખોલવામાં આવશે.રાજ્યમાં સવારે 6 થી રાતના 9 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલશે જ્યાં ફક્ત ટેક અવેની સુવિધા ઉપલબ્ધ રહેશે.

રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન, એસી મિકેનિક્સ, સુથાર, હોમ કેર પ્રોવાઈડર્સ કોર્પોરેશનની મંજૂરીથી સેવાઓ આપી શકશે.

કેરળમાં દારુની દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સીએમ પિનરાઈ વિજયને ભીડ એકત્રીત થતી જગ્યાઓ જેવી કે થિયેટરો અને ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ પહેલાની જેમ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે મોલ્સ, બાર્બર શોપ, બ્યુટી પાર્લર્સ પણ બંધ રહેશે. વાળંદ ઘરોમાં જઈને સંપૂર્ણ સાવચેતી રાખીને વાળ કાપી શકશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.