ખબર

BREAKING: લ્યો હવે શું કરશો? અમદાવાદમાં પાનના ગલ્લા, ચાની કિટલીઓ બાદ આ પણ બંધ

અમદાવાદમાં કોરોના સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે જેને પગલે ચાની કિટલીઓ અને પાનના ગલ્લા બંધ કરાવ્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેર સલૂન બંધ કરાવાના આદેશ આપવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ રોકવા હેર સલૂન બંધ રાખવા આદેશ અપાયો છે.

સવારે AMCની ટીમો દ્વારા અલગ અલગ સ્થળોએ હેર કટિંગ સલુન બંધ કરાવવા સૂચના આપવામાં આવી હતી. માસ્ક હોવા છતાં પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાના કારણોસર દુકાનો બંધ કરવા આદેશ કરાયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કોરોનાના કેસો કાબૂમાં લેવા માટે નવા નિયમો અને આદેશો જાહેર કરે છે. શહેરમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ કરાવ્યા બાદ આજે સવારથી અમદાવાદમાં હેર કટિંગ સલૂનની દુકાનો પણ બંધ કરાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,296 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 157 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 6,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,74,699 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.