હે રામ! 140 મજૂરો ભરેલી ડબલ ડેકર બસને હાઈ-વે ઉપર થયો ગમખ્વાર અકસ્માત, 19 લોકોના મોત, 24 લોકો ઘાયલ

કોરોનાને કેસમાં ઘટાડો થવાની સાથે જ લોકો હવે પોતાના કામ ધંધા ઉપર પાછા ફરી ગયા છે, ઘણા બધા રોજગાર ધંધાઓ જે કોરોના અને લોકડાઉનના કારણે બંધ પડ્યા હતા તે હવે ફરી ધમધમી ઉઠ્યા છે. તો આ દરમિયાન હાઈ-વે ઉપર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. હાલ એવી જ એક દુઃખદ ઘટનાની ખબર સામે આવી રહી છે, જેમાં એક બસ અકસ્માતની અંદર 19 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

આ ગમખ્વાર અકસ્માત યુપીના બારાબંકીમાં 27 જુલાઈ મંગળવારની મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ થયો હતો. લખનઉ-અયોધ્યા નેશનલ હાઇવે 28 ઉપર કલ્યાણ નદીના પુલ પસે રોડની બાજુ પર ઉભેલી બસને એક પુરપાટ ઝડપે જઈ રહેલી ટ્રેક દ્વારા ભીષણ ટક્કર મારી દેવામાં આવી હતી.

આ દુર્ઘટનામાં રોડના કિનારે બેઠેલા અને બસમાં સુઈ રહેલા 19 યાત્રીઓના મોત થઇ ગયા હતા જયારે 5 યાત્રીઓ ઘાયલ થઇ ગયા હતા. મારનારા લોકોનો આંકડો હજુ પણ વધી શકે છે. આ દુર્ઘટના બાદ એસપી યમુના પ્રસાદ પોલીસ કર્મીઓ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા.

આ દુર્ઘટનાનો શિકાર બનેલા બધા જ યાત્રિકો મજુર હતા. જે પંજાબથી બિહાર જઈ રહ્યા હતા. બસ રસ્તાની અંદર જ અચાનક ખરાબ થઇ ગઈ. બધા જ મજૂરો બસ રીપેર થવાની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક યાત્રિકો બસમાંથી ઉતરી અને રોડ ઉપર ઉભા હતા. ત્યારે જ પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી દીધી. ઘાયલોને બારાબંકી જિલ્લા હોસ્પિટલ અને ટ્રામા સેન્ટરમાં અને મેડિકલ કોલેજ સહીત અન્ય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

Niraj Patel