ખબર વાયરલ

લાઈટના થાંભલા પર ચઢવા માટે આ ઇલેક્ટ્રિશિયને અપનાવ્યો એવો ધાંસુ જુગાડ કે જોઈને લોકો પણ રહી ગયા હક્કાબકકા, વાયરલ થયો વીડિયો

ના સીડી, ના કોઈ ટેકો, તે છતાં પણ સડસડાટ લાઈટના થાંભલા પર ચઢી ગયો આ ઈલેક્ટ્રીશિયન, વીડિયો જોઈને લોકો પણ હેરાન રહી ગયા… જુઓ

આપણા દેશમાં દરેક સમસ્યા માટે લોકો કોઈને કોઈ જુગાડ જરૂર મળી જતો હોય છે. ઇન્ટરનેટ પર પણ તમે ઘણા બધા જુગાડના વીડિયો વાયરલ થતા જોયા હશે. જેમાં ઘણા લોકો એવા એવા જુગાડ કરતા હોય છે જેને જોઈને લોકો પણ હક્કાબક્કા રહી જતા હોય છે. ત્યારે હાલ એવા જ એક જુગાડનો વીડિયો સામે આવ્યો છે જે લાઈટના થાંભલા પર ચઢવાનો છે.

જ્યારે તમારે કોઈ ઉંચી જગ્યા પર ચઢવાનું હોય ત્યારે પણ તમે પહેલા સીડી અને દોરડાનો સહારો લેવાનું વિચારો છો. જો તમારી પાસે આ બંને વસ્તુઓ ન હોય તો ? ત્યારે એક ઇલેક્ટ્રિશિયને પોલ પર ચઢવા માટે એવી ટ્રિકનો ઉપયોગ કર્યો, જેને જોઈ તમારા હોંશ ઉડી જશે. પોલને અડ્યા વિના જ ઇલેક્ટ્રિશિયન ઉપર ચઢી ગયો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જે ઈલેક્ટ્રીક થાંભલા પર ચઢીને રિપેરિંગનું કામ કરે છે. તે ફક્ત તેની સાયકલ પર જ ચાલે છે અને તેની સાથે કોઈ સીડી કે દોરડું રાખતો નથી. હવે તમે વિચારી રહ્યા હશો કે તે થાંભલા પર ચઢવા માટે શું કરશે? તે ઈલેક્ટ્રીક થાંભલા પર ચઢવા માટે એક શૂઝ લાવ્યો જે ન તો વળે છે કે ન તો નુકસાન થાય છે. તેણે તેના શૂઝની આગળ લોખંડની કરચી બનાવી. આ પછી તે તેની મદદથી સડસડાટ ઉપર ચઢી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઈલેક્ટ્રિશિયને તેના ચપ્પલ ઉતાર્યા અને પછી ઝડપથી ઉપર ચઢી ગયો. આ દરમિયાન તેના ચહેરા પર સ્મિત હતું અને તે દેશી જુગાડની મદદથી કોઈપણ મુશ્કેલી વિના ઉપર ચઢી ગયો હતો. આ વીડિયોને ટ્વિટર પર @HasnaZarooriHai નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “ઈલેક્ટ્રિક થાંભલા પર ચઢવા માટે દેશી સાધનો…. જુગાડ ઉત્તમ.” વીડિયો જોયા બાદ લોકોએ કોમેન્ટ બોક્સમાં પોતાનો ઉગ્ર પ્રતિભાવ આપ્યો હતો.