બર્થ ડે પર પતિ હર્ષ લિંબાચિયાએ ભારતીને આપી કિંમતી ભેટ, ભેટમાં આપ્યું અધધધધધધધ લાખનું બેગ અને ડાયમંડ રિંગ

વાહ ગુજરાતી પતિએ ભારતીને આપી લક્ઝુરિયસ ગિફ્ટ, ભાવુક થઇ ગઈ કોમેડી ક્વિન

બોલીવુડની લાફ્ટર ક્વિન એવી ભારતી સિંહ પોતાના અંદાજ માટે ખુબ જાણવામાં આવે છે. ભારતી અને પતિ હર્ષ લિંબાચિયા લોકોને હસાવવાનો એક પણ મૌકો નથી છોડતા અને તેનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવે છે. ભારતીએ 3 જુલાઈ 2022 ના રોજ પોતાના 39માં જન્મદિવસની ખાસ રીતે ઉજવણી કરી હતી અને પતિ હર્ષે આ દિવસને વધુ ખાસ બનાવી દીધો હતો. આ ખાસ મૌકા પર હર્ષે ભારતીને કિંમતી ભેટો આપી હતી અને તેનો તેણે ખુલાસો યુટ્યુબ વીડિયો શેર કરીને કર્યો છે.

હર્ષે પત્નીને જન્મદિસવની શુભકામનાઓ આપતા સુંદર તસ્વીર પોસ્ટ કરી હતી. તસ્વીરમાં હર્ષ અને ભારતી ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ભારતીએ આ ખાસ મૌકા પર શિમરી ડ્રેસ પહેર્યો છે જયારે હર્ષ ગ્રીન આઉટફિટમાં જોવા મળ્યો હતો. તસવીરો પોસ્ટ કરીને હર્ષે કેપ્શનમા લખ્યું કે,”હેપ્પી બર્થ ડે મેરી જાન”.

યુટ્યુબ પર વીડિયો શેર કરીને ભારતીએ જણાવ્યું હતું કે તે જન્મદિવસની ઉજવણી માટે મહારાષ્ટ્રના પોતાના એક મિત્રના ઘરે ગયા હતા. જ્યા તેમણે પરિવારના લોકો વચ્ચે નાની એવી પાર્ટી આયોજિત કરી હતી. ભારતીએ જણાવ્યું કે જન્મદિવસને ખાસ બનાવવા હર્ષે કોઈ કમી રાખી ન હતી. હર્ષે ભારતીને આ ખાસ મૌકા પર ગુચી અને એડિડાસનું લિમિટેડ એડિશન બેગ ભેટમાં આપ્યું હતું અને ડાયમંડ રિંગ પણ આપી હતી. જણાવી દઈએ કે આ બેગની કિંમત 74,465 રૂપિયા છે. ભારતીએ કહ્યું કે તે ઘણા સમયથી આ બેગ ખરીદવા માગતી હતી.

ભારતી હર્ષ દ્વારા આપવામાં આવેલી આ સુંદર ભેટથી ખુબ ખુશ થઇ ગઈ હતી અને ભાવુક થતા હર્ષનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.પાર્ટીમાંથી ઘરે આવતી વખતે ભારતીએ વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓ ઘરે જઈને પોતાના દીકરાનો ચહેરો દેખાડશે. એવામાં હવે લોકો ભારતી-હર્ષના દીકરાનો ચેહરો જોવા માટે ખુબ જ ઉત્સાહિત થઇ રહ્યા છે.

Krishna Patel