જીમમાં ખુબજ પસીનો પાડતી જોવા મળી દીપિકા, વાઇરલ થયા ફોટાઓ

0

બોલિવૂડની અભિનેત્રીઓ પોતાને ફિટ અને યંગ રાખવા માટે જીમમાં ખુબજ મહેનત કરે છે. કેટરીનાથી લઈને આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ જેવી કેટલીક અભિનેત્રી છે જે જીમમાં ખુબજ મહેનતથી વર્કઆઉટ કરે છે.

Image Source

મેટ ગાલામાં બાર્બી લુકમાં ખુબજ વાહવાહી મેળવ્યા પછી દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જાદુ દેખાડવા તૈયાર છે. કાન્સ જતા પહેલા દીપિકા પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપી રહી છે. તે પોતાનું ફિગર મેંટેન કરવા માંગે છે. કાન્સ મંગળવારથી શરુ થઇ ગયું છે.

Image Source

 

View this post on Instagram

 

I did a push up today…Well,actually I fell down!But I had to use my arms to get back up so…you know,close enough!🤣🤣🤣

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોટાઓ શેર કર્યા છે જેમાં તે વર્કઆઉટ કરીને પછી રિલેક્સ થતી જોવા મળે છે. દીપિકાના આ ફોટાઓ ખુબ જ વાઇરલ થયા છે. દીપિકાએ લખ્યું છે કે “આજે મે એક પુશ અપ કર્યું. પણ હું જમીન પર પડી અને મને ઉભા થવા માટે મારા હાથનો ઉપયોગ કરવો પડયો.”

ફોટામાં દીપિકા ખુબજ થાકેલી જોવા મળે છે, પરંતુ થાકેલી હોવા છતાં તે ખુશ જોવા મળે છે. તેમના આ જ સ્મિત પર તો તેમને કરોડો ફેન્સ ઘાયલ છે. દીપિકાના આ ફોટાઓ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા ફિલ્મ ૮૩માં કપિલ દેવની પત્નીના પાત્રમાં જોવા મળશે. કપિલ દેવની પત્ની રીમા ભાટિયા વર્ષ 1980માં મિસ ઇન્ડિયા વિજેતા હતા અને તેઓ એકદમ ફિટ હતા. દીપિકા પાદુકોણના લગ્ન પછી રણવીર સિંહની સાથે પહેલી ફિલ્મ હશે. આટલું જ નહીં ફિલ્મમાં બંને પતિ-પત્નીના પાત્રમાં જોવા મળશે.

દીપિકા પાદુકોણ કાન્સ માટે ન્યુયોર્ક આવી છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને સોનમ કપૂરની જેમ દીપિકા પાદુકોણ પણ લોરિયાલ એમબેસ્ડરના રૂપે ભાગ લેવા માટે કાન્સ આવી છે. કાન્સમાં ત્રીજી વાર દીપિકા રેડ કાર્પેટ પર ચાલશે. દીપિકા ન્યુયોર્કમાં ઋષિ કપૂર જે પોતાની બીમારીનો ઈલાજ કરાવે છે ન્યુયોર્કમાં અને તેમની પત્ની નીતુ કપૂરને મળવાના ગઈ હતી તેના ફોટા પણ વાઇરલ થયા હતા. નીતુ અને ઋષિ કપૂર દીપિકાને એક બ્રેસલેટ ભેટમાં આપ્યું હતું.

Image Source

દીપિકા હાલમાં છાપક ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે આ ફિલ્મમાં તે એસિડ અટેક સરવાઈવલ લક્ષ્મી અગ્રવાલનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ આવતા માર્ચમાં રિલીઝ થશે. દીપિકા આ ફિલ્મમાં પ્રોડયુસર પણ છે. આ ફિલ્મમાં તેમની નિર્દેશક મેઘના ગુલઝાર કરી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here