જીમ ટ્રેનર કૌશર અલી પરિણિતાને ઓફિસ, ઘર લઈ જઈને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો, વાંચો અંદરની વિગત
Surat GYM trainer rape with married woman : ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ, સગીરાઓ અને પરણિતાઓ સાથે પણ છેડતી અને દુષ્કર્મના કિસ્સા બને છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં 28 વર્ષીય પરિણિતા સાથે પ્રેમસંબંધમાં દગો થતા તેનો પરિવાર વિખેરાઈ ગયો. લગભગ દોઢેક વર્ષ પહેલા પરિણિતા જિમમાં જોઈન થઈ અને આ દરમિયાન તેને પર્સનલ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી અનેક વાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું. બંને ઓફિસ કે ઘરે વારંવાર મળતા અને શરીર સંબંધ બાંધતા.
જિમ ટ્રેનરે પરણિતાને તેના પતિ સાથે છૂટાછેડા લેવા માટે પણ લાચાર કરી દીધી અને પરિણિતાએ પણ તેની વાતમાં આવી ઘરસંસાર વિખેરે નાખ્યો. પછી પરણિતા અને જીમ ટ્રેનર બંને લીવ ઈનમાં રહેવા લાગ્યા અને અહીંથી જ પરિણિતાનું જીવન નરક બની ગયું. પરણિતાએ પોતાની ફરિયાદમાં પોલિસને જણાવ્યુ કે તે દોઢ વર્ષ પહેલા જિમમાં જોડાઈ અને તેના પર્સનલ ટ્રેનરે તેને વાતોમાં ફસાવી પ્રેમ સંબંધ રાખવા લાચાર કરી અને આ દરમિયાન બંને વચ્ચે અનેકવાર શરીર સંબંધ પણ બંધાયા.
ટ્રેનર પરિણિતાને ઓફિસ, ઘર અને અન્યસ્થળે લઈ જતો અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો. જો કે બંને વચ્ચે તેના પતિના કારણે અનેકવાર ઝઘડાઓ થતા પરિણિતાએ પતિને છૂટાછેડા આપી દીધા અને પછી જિમ ટ્રેનરે તેને પોતાની સાથે રહેવા બોલાવી દીધી. બંને લિવ ઈનમાં રહેવા લાગ્યા અને પોતાના 2 બાળકો અને પતિને છોડીને પરિણિતાએ આ પગલું ભરતા પરિવારમાં તેની આકરી નિંદા થઈ.
જો કે, થોડા સમય પછી જિમ ટ્રેનર સાથે તેને વિવાદો થવા લાગ્યા અને સતત ઝઘડાઓ પછી હિંસા થતા પરિણિતાની કફોડી સ્થિતિ થઈ ગઈ. જો કે આ બધા ત્રાસથી કંટાળી પરિણિતા પિયર જતી રહી અને પછી જીમ ટ્રેનરે ત્યાં પહોંચી ઘણો હોબાળો પણ કર્યો અને તેની સાથે અપમાનજનક વર્તન પણ કર્યું. આ દરમિયાન મામલો એટલો બિચક્યો કે પરિણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી અને તે પછી પોલીસે જિમ ટ્રેનર કૌશરની ધરપકડ કરી.