જિમ ટ્રેનર સાથે ડોક્ટરની પત્નીની અંગત તસવીરો આવી સામે, ડોક્ટર પતિ પત્ની પહોંચ્યા જેલમાં

જિમ ટ્રેનર અને ડૉક્ટરની આ ખુબસુરત પત્ની વચ્ચે હતું લફરું…ખુશ્બુ તો નીકળી માસ્ટર માઈન્ડ, જાણો નવો ખુલાસો

પટનાની અંદર જિમ ટ્રેનર ઉપર થયેલા હુમલાની અંદર એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે,  ત્યારે હાલ જિમ ટ્રેનર અને ડોક્ટર ખુશ્બુ સિંહની કેટલીક અતરંગ તસવીરો પણ સામે આવી છે. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે, આ ઘટનાને લઈને જિમ ટ્રેનર વિક્રમ ઉપર થયેલા હુમલા માટે વિક્રમે ખુશ્બુ સિંહને જવાબદાર ગણી છે.

આ પહેલા ડો.રાજીવ સિંહની પત્ની ખુશ્બુ અને જીમ ટ્રેનર વિક્રમ વચ્ચે 9 મહીના દરમિયાન 1100 વાર મોબાઇલ પર વાતચીત થઇ હોવાનું પણ સામે આવ્યું હતું, વિક્રમ અને ખુશ્બુ બંને એકબીજાને જાણતા હતા. તે બંને વચ્ચે કલાકો સુધી ફોન ઉપર વાતો પ[ણ થતી હતી. પોલીસે આ મામલામાં ખુશ્બુ સમેત 6 લોકોની ધરપકડ પણ કરી છે.

હવે આ મામલાની અંદર પોલીસે પણ ખુલાસો કરી દીધો છે. જિમ ટ્રેનર ઉપર ખુશ્બુ સિંહે જ ગોળી ચલાવડાવી હતી, જેના માટે તેને તેના પૂર્વ પ્રેમીનો સંપર્ક કર્યો હતો. જેને એક શૂટરનો બંદોબસ્ત પણ કર્યો હતો. આ દરમિયાન જિમ ટ્રેનર સાથે ખુશ્બુની ઘણી તસ્વીરો પણ સામે આવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જણાવામાં આવ્યું છે કે પાંચ વર્ષ પહેલા દાનાપુરના રહેવા વાળા મિહિરના સંપર્કમાં ખુશ્બુ હતી. પરંતુ આ દરમિયાન ખુશ્બુના જીવનમાં વિક્રમ સિંહ આવી ગયો. ત્યારબાદ ધીમે ધીમે ખુશ્બુએ મિહિર સાથે દુરી બનાવી લીધી હતી. બંનેની સામે આવેલી તસવીરો જોઈને એ જણાઈ આવે છે કે બંને એકબીજાના કેટલા નજીક હતા.

જો કે, વિક્રમ અને ખુશ્બુનો સંબંધ લાંબો ના ચાલ્યો અને અંતર વધારવા માટે ખુશ્બુએ વિક્રમને રસ્તામાંથી હટાવવાનો પ્લાન કર્યો. જેના માટે ખુશ્બુએ તેના પહેલા પ્રેમી મીહિરનો સંપર્ક કર્યો અને તેના દ્વારા અમન નામના શૂટરને સુપારી આપી દીધી. સોપારી માટેની રકમ 1 લાખ 85 હજાર રૂપિયા નક્કી થઇ હતી. બે મહિના સુધી રેકી કર્યા બાદ શૂટરે ઘટનાને અંજામ આપ્યો. પરંતુ જિમ ટ્રેનર તેમાં બચી ગયો અને તેને ખુશ્બુ તેમજ તેના પતિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી.

જિમ ટ્રેનર વિક્રમ સિંહ ઉપર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિક્રમને બે ગોળી હાથ ઉપર, બે ગોળી પગમાં અને એક ગોળી તેની પીઠમાં વાગી હતી. લોહીથી લથબથ વિક્રમ સિંહ જાતે જ સ્કૂટી ચલાવી અને પીએમસીએચ પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેના શરીરમાંથી પાંચ ગોળીઓ બહાર કાઢી નાખી હતી જયારે એક ગોળી તેની કમરમા જ ફસાઈને રહી ગઈ હતી.

મામલાની અંદર ડોક્ટર રાજીવ કુમાર સિંહ અને તેની પત્ની ખુશ્બુ સિંહની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેમની પુછપરછ પણ ચાલી રહી છે. એસએસપી ઉપેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું કે બધા જ બિંદુઓ ઉપર પોલીસ તપાસ કરી રહી છે. ગોળી મારનારા બંને બદમાશોની તપાસ પણ ચાલુ જ છે અને તેમની પણ જલ્દી ધરપકડ થશે.

થોડા દિવસ પહેલા એ પણ સામે આવ્યું હતું કે જિમ ટ્રેનર વિક્રમને અઢી મહિના પહેલા જ ધમકી મળી હતી. જેનું એક કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. વિક્રમને મળેલી ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, “હમણાં જ આવીને મારી નાખીશું.” આ ધમકી આપવા વાળા લોકો કોઈ બીજા નહિ પરંતુ પટનાના ફેમસ ફિજીયોથેરાપીસ્ટ ડો. રાજીવ કુમાર સિંહ અને તેની પત્ની ખુશ્બુ સિંહ હતા. ડો. રાજીવે કહ્યું કે, “બે મિનિટનું કામ છે આ મર્ડર ફર્ડર યાર.” જિમ ટ્રેનર વિક્રમ સિંહ ઉપર થયેલા જીવલેણ હુમલામાં રવિવારે દિવ્ય ભાસ્કરની ટીમને એક 2 મિનિટ 9 સેકેંડનો ઓડિયો મળ્યો હતો. આ ઓડિયો લગભગ અઢી મહિના જૂનો જણાવવામાં આવી રહ્યો છે.

.રાજીવ સિંહની પત્ની ખુશ્બુ અને જીમ ટ્રેનર વિક્રમ વચ્ચે 9 મહીના દરમિયાન 1100 વાર મોબાઇલ પર વાતચીત થઇ છે. આ વાતચીત આધારે ડોક્ટરની પત્ની અને જીમ ટ્રેનરની વચ્ચે સંબંધને લઇને અલગ અલગ સવાલ ઉઠી રહ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર, પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે, બંને એકબીજાને પહેલેથી જ જાણતા હતા અને આ વાતની ભનક ડો.રાજીવ કુમારને લાગી ગઇ હતી.

પહેલા પણ વિક્રમ ઉપર થોડા મહિના પહેલા જીવલેણ હુમલો થયો હતો, તેના ઉપર બ્લેડથી વાર કરવામાં આવ્યા હતા. જેના કારણે ખભા પાસેનો ભાગ થોડો કપાઈ ગયો હતો અને તેને તે સમયે 14 ટાંકા પણ લાગ્યા હતા. નજીકના લોકોનું માનીએ તો તે સમયે વિક્રમ કઈ બોલી શકતો નહોતો, પરંતુ જયારે એક દિવસ અચાનક ખુશ્બુ તેના ઘરે આવી અને હોબાળો પણ કરવા લાગી. ત્યારે જઈને વિક્રમે તેની ચુપ્પી તોડી. જેના બાદ વિક્રમે જણાવ્યું હતું કે ખુશ્બુએ જ તેના શરીર ઉપર બેલ્ટથી વાર કર્યો હતો. તેને જાનથી મારવાનો પ્રયત્ન કર્યો હતો.

ઘાયલ વિક્રમે શનિવારના રોજ પોલીસને આપેલા નિવેદનમાં ફિજીયોથેરેપીસ્ટ ડો. રાજીવ અને તેની પત્ની ખુશ્બુ સિંહનું જેવું જ નામ લીધું તેના બાદ પટના પોલીસે તે બંનેને પોતાના કબ્જામાં લઇ લીધા. સવારથી લઈને સાંજ સુધી પાટલીપુત્ર પોલીસ સ્ટેશનમાં બંને સાથે પુછપરછ કરવામાં આવી. જેમાં તે બંનેએ પોલીસને પણ ગોળ ગોળ ફેરવ્યા. સીધી રીતે તેમને કહ્યું કે વિક્રમ સાથે પૈસાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

Niraj Patel