ખબર

શું કળયુગ આવ્યો…!!! નાના ભાઇની પત્ની સાથે 3 વર્ષ સુધી માણ્યુ જબરદસ્તી સુખ, પછી થયુ એવું કે…

ત્રણ ત્રણ વર્ષ સુધી બેશરમ જેઠે નાના ભાઈની પત્ની પર બળાત્કાર ગુર્જાયો, પતિ નફ્ફટ બનીને જોતા જોતા આવા કામ કરતો

ગુજરાત સમેત દેશભરમાંથી યુવતિઓ અને પરણિતાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં તો કેટલાક સંબંધો પણ શર્મશાર થતા હોય છે. હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્નના બે વર્ષ પછી પણ બાળકનો જન્મ ન થતાં એક પતિએ પોતાની પત્નીને મોટા ભાઈને સોંપી દીધી. જેઠે ત્રણ વર્ષ સુધી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. બેશરમીની હદ વટાવીને પતિ અને જેઠાણીની સામે જ જેઠ બળજબરીપૂર્વક સંબંધ બાંધતા રહ્યા. આ પછી પણ જ્યારે બાળક ન થયું તો પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી.

પ્રતિકાત્મક તસવીર

આ બધાથી પરેશાન થઈને પીડિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પીડિતાની આ ફરિયાદ પર પોલીસે આરોપી પતિ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, 27 વર્ષની પરિણીત મહિલાએ ગ્વાલિયર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. તેણે જણાવ્યું કે તે ભીંડના ગોહાડની છે. વર્ષ 2015માં તેના લગ્ન ગ્વાલિયર જિલ્લાના બિજૌલીના એક યુવક સાથે થયા હતા. તેનો પતિ અને જેઠ ગ્વાલિયરમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. લગ્ન બાદ તે તેના પતિ સાથે ગોસપુરા સ્થિત ભાડાના મકાનમાં રહેવા આવી હતી.

અહીં જેઠ-જેઠાણી પણ સાથે રહેતા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું કે લગ્નના બે વર્ષ બાદ પરિણીતાએ તેના પતિને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા કહ્યું હતું. પરંતુ પતિ ડોક્ટર પાસે જવાને બદલે આ વાતને ટાળવા લાગ્યો હતો. એક દિવસ પતિએ પરણિતાને કહ્યું કે જો તેને સંતાન જોઈએ છે તો તે મોટા ભાઈ સાથે સંબંધ બાંધશે. પરિણીતાએ ના પાડી, પરંતુ 20 જુલાઈ 2017ની રાત્રે જેઠ-જેઠાણી તેના રૂમમાં આવ્યા. જેઠાણીએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને પછી જેઠે તેના પર બળાત્કાર ગુજાર્યો.

પ્રતિકાત્મક તસવીર

એકવાર જેઠાણીએ પરિણીત મહિલાને પોતાનો શિકાર બનાવી. જે બાદ તેમનું અભિમાન લૂંટવાની પ્રક્રિયા શરૂ થઈ. પતિ અને જેઠાણી રૂમમાં ઉભા રહેતા અને જેઠ પરણિતા પર બળાત્કાર ગુજારતો હતો. પીડિતા ત્રણ વર્ષથી બાળકના નામે પતિ, જેઠ અને જેઠાણીના ત્રાસનો ભોગ બની રહી હતી. બદનામીના ડરથી તેણે બધું સહન કર્યું. જ્યારે ત્રણ વર્ષ સુધી સંતાન ન થયુ ત્યારે ઓક્ટોબર 2020ના રોજ તેના પતિ અને જેઠ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પતિ પત્ની સાથે કાનપુર ગયો હતો. ત્યાં પણ બાળક ન થવા બાબતે ઝઘડો થતો.

એક દિવસ પતિએ પત્નીમાં ખામી છે તેમ કહી તેને ઘરમાંથી કાઢી મૂકી. અંતે પત્ની તેના પિયર પહોંચી અને તેની સાથે થયેલા અત્યાચાર વિશે ભાઈને જણાવ્યું. જે બાદ ભાઇએ પરિણીત મહિલાને પ્રોત્સાહિત કરીને પોલીસ સ્ટેશન લઈ જઈ FIR નોંધાવી હતી. પોલીસે પતિ, જેઠ અને જેઠાણી વિરૂદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.