ખબર

મારો પતિ પાવર વધારી બની જાય છે જાનવર, ગોળીઓ ખાઈને મારી આવી ગંદી હાલત કરી નાખે છે, વાંચીને ધ્રુજી ઉઠશો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર મહિલાઓ સાથે મારપીટ અને રેપના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પતિ દ્વારા પત્નીઓ સાથે મારપીટ કરવાના અને તેમને ગોંધી રાખવાના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં એક મહિલાએ તેના એન્જિનિયર પતિ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. મહિલાના 8 મહિના પહેલા લગ્ન થયા હતા. લગ્નના 16મા દિવસે તેને ખબર પડી કે તેનો પતિ પહેલાથી જ પરણિત છે. પહેલી પત્નીથી છૂટાછેડાનો કેસ ઈન્દોરની કોર્ટમાં ચાલી રહ્યો છે.

જ્યારે મહિલાએ આ વાત છુપાવવાનું કારણ પૂછ્યું તો પતિએ તેને મારવાનું શરૂ કર્યું અને મોબાઈલ આંચકી લીધો. તેમજ તેને રૂમમાં બંધક બનવીને રાખી. તે પાવર વધારવા માટે ગોળીઓ ખાતો અને અનેક વખત દુષ્કર્મ આચરતો. આ કિસ્સો ગ્વાલિયરનો છે. રવિવારે સાંજે મહિલાની ફરિયાદ પર મહારાજપુરા પોલીસે કેસ નોંધ્યો છે અને મંદસૌર પોલીસને ડાયરી મોકલી છે. શહેરના સાગરતાલ પાસે રહેતી 26 વર્ષિય પરણિતાના લગ્ન 23 જાન્યુઆરી 2022ના રોજ ગ્વાલિયરના રહેવાસી સાથે થયા હતા.

પતિ મંદસૌર ઇલેક્ટ્રિસિટી કંપનીમાં એન્જિનિયર તરીકે પોસ્ટેડ છે. 24 જાન્યુઆરીના રોજ લગ્નના બીજા જ દિવસે તે તેની પત્નીને તેની સાથે મંદસૌર લઈ ગયો અને તેને અહીં ખબર પડી કે તેનો પતિ પહેલાથી જ પરણિત છે અને પહેલી પત્નીથી છૂટાછેડાનો કેસ ઈન્દોર કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યારે પત્નીએ વાત છુપાવવાનું કારણ પૂછ્યું તો પતિ ગુસ્સે થઈ ગયો. તેના પર હુમલો કરીને તેને બંધક બનાવી. તેણે તેની પત્નીને રૂમમાં બંધ રાખીને ત્રાસ આપવાનું શરૂ કર્યું.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેના પતિના આ કૃત્ય પછી તેણે પોતાને તેનાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો. આવી સ્થિતિમાં પતિએ પાવર વધારવા માટે ગોળીઓ ખાઈને રેપ શરૂ કર્યો. આવું તેણે ઘણી વખત કર્યું. પીડિતાએ જણાવ્યું કે પતિ તેના પર ત્રાસ ગુજારવામાં ઘણો આનંદ લેતો હતો. પીડિતાને ખબર પડી કે તેનો પતિ અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ ધરાવે છે. આ પછી પતિનો જુલમ વધી ગયો. તેની પાસેથી મોબાઈલ લીધો અને પિયરના ઘરે વાત કરવાનું બંધ કરાવી દીધું. તેણે તેને એક રૂમમાં બંધક બનાવીને રાખી હતી.

જ્યારે તે કંઈક કહે ત્યારે તે મારતો હતો. એક દિવસ જ્યારે તેને મોકો મળ્યો ત્યારે તે ત્યાંથી ભાગીને ગ્વાલિયરમાં તેના પિતાના ઘરે આવી ગઈ. જ્યારે તે મારા માતા-પિતા સાથે મારા સાસરિયાના ઘરે ફરિયાદ કરવા ગઈ ત્યારે સાસુએ અમને માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂકી. હજી પણ તેમણેસંબંધ બચાવવાનો પ્રયાસ કર્યો. તેમણે 28 ઓગસ્ટે છેલ્લી વખત વાત કરી હતી, પરંતુ તે કામ કર્યુ નહીં. જે બાદ કેસ કરવાનું મન બનાવ્યું અને વકીલ પાસેથી અભિપ્રાય લીધા પછી રવિવારે સાંજે કેસ નોંધાવ્યો.