ઝહેરના પેકેટનો ફોટો BFને વોટ્સએપ પર મોકલ્યો તો તેણે લખ્યુ- OK…પછી પરણિતાએ આપી દીધો જીવ- જાણો રૂંવાડા ઊભા કરી દે તેવો કિસ્સો

વોટ્સએપ રિપ્લાય OK બન્યો હત્યારો, પ્રેમિકાએ પ્રેમીને ઝહેર મોકલી ઉઠાવ્યુ ખૌફનાક પગલુ, લફરાં કરનારા સાવધાન થઇ જજો આ કિસ્સો વાંચીને

Married woman dies by suicide : ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં દેવુ થઇ જવાનું તો કેટલીકવાર પ્રેમ સંબંધ કારણ હોય છે. ત્યારે હાલમાં એક આપઘાતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં ગ્વાલિયરના ભીતરવાર પોલીસ સ્ટેશન વિસ્તારના મોહનગઢ ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 21 વર્ષિય પરિણીત મહિલાએ આપઘાત કરી લીધો પણ તેણે આ પહેલા તેના બોયફ્રેન્ડને વોટ્સએપ પર ઝહેરનો ફોટો મોકલ્યો હતો અને તેના પ્રેમીએ આના પર OK લખ્યું, તે પછી પરિણીતાએ ઝેર ખાઇ લીધું.

પ્રેમીને ઝહેરનો ફોટો મોકલ્યા બાદ કરી લીધી પરણિતાએ આત્મહત્યા
જો કે, પરણિતાને ઘટના બાદ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પહેલા પરિણીત મહિલાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે તેના બોયફ્રેન્ડ પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. વાસ્તવમાં, 21 વર્ષની પરિણીત મહિલા પૂનમ બાથમ મોહનગઢ ગામની રહેવાસી હતી. તેના ઝેર પીધા બાદ પરિવારજનો તેને ગંભીર હાલતમાં પહેલા ભીતરવાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેની હાલત જોઈને જયરોગ્ય હોસ્પિટલમાં રીફર કરી.

જો કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન પૂનમનું મોત થયું હતું. આત્મહત્યા કરતા પહેલા પૂનમે સલ્ફાસનો ફોટો તેના બોયફ્રેન્ડ દશરથને વોટ્સએપ પર મોકલ્યો હતો. સલ્ફાસનો ફોટો જોયા બાદ દશરથે OK લખ્યું. આ પછી પૂનમે ઝેર ખાઈ લીધું. પૂનમનો એક વીડિયો પણ તપાસમાં સામે આવ્યો જેમાં તેનો પ્રેમી દશરથ તેને ધમકી આપી રહ્યો હોવાનું તે કહી રહી હતી. જ્યારે તેણે દશરથને કહ્યું કે તે ત્રાસથી આત્મહત્યા કરશે અને ઝહેરનો ફોટો પણ વોટ્સએપ પર મોકલ્યો હતો, તો દશરથે ખાસ રસ દાખવ્યો નહિ અને OK લખ્યુ.

Photo Source : aaj tak

પૂનમને દશરથ નામના યુવક સાથે હતો પ્રેમસંબંધ
પૂનમના મોત બાદ ભીતરવાર પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે પૂનમના લગ્ન થોડા વર્ષ પહેલા દેવડા ગામમાં થયા હતા. પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ હોવાથી પૂનમે છૂટાછેડા લઈ લીધા હતા. આ પછી એક વર્ષ પહેલા પૂનમના બીજા લગ્ન ઉત્તર પ્રદેશના શમશાદમાં થયા હતા. લગભગ 10 દિવસ પહેલા પૂનમ તેના પિયર મોહનગઢ આવી હતી. પોલીસને માહિતી મળી કે પૂનમને તેની જ જ્ઞાતિના દશરથ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. વોટ્સએપ મેસેજ અને વીડિયો જોયા બાદ એવી આશંકા સેવાઈ રહી છે કે પ્રેમી દશરથ અને પૂનમ વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો અને પૂનમે ઝેર પી લીધું હતું.

પૂનમના મોત બાદ ભીતરવાર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. એડિશનલ એસપીએ જણાવ્યું કે પૂનમના મૃત્યુ પહેલાનો એક વીડિયો પરિવારજનોએ પોલીસને સોંપ્યો છે. પૂનમના મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ પણ મળ્યો છે, જેમાં તેણે દશરથ નામના યુવકને ઝેરનો ફોટો મોકલ્યો છે. પૂનમનો મોબાઈલ મળી આવ્યો છે. તેની કોલ ડિટેઈલ અને ચેટના આધારે આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina