હે ભગવાન, કેવો કળયુગ આવી ગયો, 17 વર્ષની સગીરા બળાત્કારના આરોપમાં બોયફ્રેન્ડ જેલ ભેગો ગયો, બહાર આવ્યો તો છોકરી સાથે કર્યો પ્રેમ અને….

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર અંગત અદાવત, કેટલીકવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ કે પછી અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં હત્યાનો ચકચારી ભરેલો કિસ્સો સામે આવ્યો છે. એક સગીર યુવતીએ તેના પ્રેમી સાથે મળીને તેની માતાની હત્યા કરી દીધી. આટલું જ નહિ, હત્યા કર્યા બાદ તેણે મૃતકના શરીર પર છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવતીએ આવું એટલા માટે કર્યું કારણ કે મૃતક મહિલા દીકરીના પ્રેમીને પસંદ નહોતી કરતી.

નવાઈની વાત એ છે કે જે પ્રેમી માટે યુવતીએ તેની માતાની હત્યા કરી હતી તેના પર આરોપ હતો કે તેણે યુવતી પર બરાત્કાર ગુજાર્યો હતો અને તેનું અપહરણ પણ કર્યુ હતુ. આ આરોપમાં તે જેલ પણ ગયો હતો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી હત્યાની આ સનસનાટીભરી ઘટના સામે આવી છે. વર્ષના અંતિમ દિવસે બનેલી આ ઘટનાથી માતા-પુત્રીના સંબંધો તાર-તાર થયા છે. આ સમગ્ર મામલો ગ્વાલિયરના હજીરા સ્થિત ગડાઈપુરાનો છે, જ્યાં 45 વર્ષિય મમતા કુશવાહા તેની 17 વર્ષની પુત્રી સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.

શનિવારે રાત્રે મહિલાના રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો, તે સવારે દેખાઇ નહિ અને આ અંગે મકાન માલિકને શંકા ગઈ. તેણે જઈને જોયું તો રૂમમાં પલંગ નીચે લોહીથી લથબથ લાશ પડી હતી. મકાન માલિકે તરત જ આ અંગે પોલીસને જાણ કરી અને પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી. SSP ગ્વાલિયર, CSP, ફોરેન્સિક એક્સપર્ટ સાયન્ટિસ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલિસે મૃતદેહ પરથી ધાબળો હટાવ્યો ત્યારે મમતા કુશવાહની લાશ તેમાં લપેટાયેલી હતી. તેના શરીર પર ગળું દબાવવાના અને છરીના ઘા હતા. શરૂઆતથી જ પોલીસને પુત્રી અને તેના બોયફ્રેન્ડ સોનુ પર શંકા હતી, પરંતુ બંને ગાયબ હતા.

આ પછી પોલીસે ઘેરો ઘાલ્યો અને બંનેને પકડી લીધા. ખુલાસો કરતા બંને આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, પુત્રીએ પ્રેમી સાથે મળીને માતાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માતા ગભરાઈ ન હતી, આના પર પુત્રીએ માતાનું મોં બંધ કરી દીધું. પહેલા તો તેનું ગળુ દબાવ્યુ અને પછી આરોપીએ છરી વડે અનેક હુમલા કર્યા જેથી તેનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ શકે. ઘટના બાદ પ્રેમી અને તેની પ્રેમિકા આખી રાત મહિલાના મૃતદેહ પાસે સૂતા રહ્યા. શનિવારની સવાર પડતાં જ મૃતદેહને ધાબળામાં લપેટીને પલંગ નીચે સંતાડી દીધો અને બંને ચાલ્યા ગયા.

સાંજે ફરી એકવાર સગીરા તેના રૂમમાં પહોંચી અને પાછી ચાલી ગઈ. પોલીસને જાણ થઈ કે 15 દિવસ પહેલા આરોપી પુત્રીનો પ્રેમી સોનુ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. આરોપી પુત્રીની ફરિયાદ પર સગીરા પર બરાત્કાર ગુજારવા બદલ તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. મહિલાની પુત્રી હત્યાની ઘટના પહેલા આરોપી સોનુને મળી હતી. આ પછી તે વાત કરવા માટે તેમના ઘરે આવ્યો. સગીર પુત્રી પ્રેમી સોનુ સાથે રહેવા માંગતી હતી, પરંતુ મહિલા આ માટે તૈયાર નહોતી. આ પછી બંનેએ મળીને મહિલાની હત્યા કરી નાખી.

Shah Jina