કોંગ્રેસ નેતાએ પત્નીને મારી ગોળી, અવાજ સાંભળીને ઊંઘમાંથી ઉઠી ગયેલા બાળકો પણ ફફડી ઉઠ્યા, પછી પતિએ કર્યું એવું કે….

ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, ઘણીવાર કોઈ અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે તો ઘણીવાર પરિવારમાં જ આંતરિક મતભેદના કારણે કોઈની હત્યા કરવામાં આવે છે. કેટલીકવાર તો પતિ અને પત્ની વચ્ચે એવા અણબનાવ થવા લાગે છે કે બંનેમાંથી કોઈ એક કોઈની હત્યા કરી નાખતું હોય છે.

હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશની રાજધાની ગ્વાલિયરમાંથી. જ્યાં કોંગ્રેસના નેતા ઋષભ ભદૌરિયાએ ગ્વાલિયરમાં પોતાની જ પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. ત્યારબાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલો રામનગરના થટ્ટીપુર વિસ્તારનો છે.

ઋષભ ભદૌરિયા પર પહેલાથી જ લૂંટ અને હત્યાના કેસ નોંધાયેલા છે. ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઋષભ ભદૌરિયા તેની પત્ની ભાવના અને તેમના 2 બાળકો સાથે થાટીપુર શહેરની દર્પણ કોલોનીમાં રહે છે.

મોડી રાત્રે કોંગ્રેસના નેતાનો તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી ગુસ્સે ભરાયેલા ઋષભે તેની પત્નીને ગોળી મારી દીધી. ઋષભ ભદૌરિયા કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. જ્યારે તેણે તેની પત્નીને ગોળી મારી ત્યારે તેના બંને બાળકો સૂતા હતા. ગોળીનો અવાજ સાંભળીને બાળકો જાગી ગયા અને તેઓ ડરી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમના પિતા અને પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ કોંગ્રેસ નેતાના ઘરની નજીક રહે છે.

ફાયરિંગનો અવાજ સાંભળીને આ લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. આ લોકોએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં ઋષભ ભદૌરિયા સામે કાર્યવાહીની નોટિસ પણ જિલ્લા બદર વિરુદ્ધ જારી કરવામાં આવી હતી. આરોપી સામે અગાઉ લૂંટ અને 4 હત્યાનો કેસ નોંધાયેલો છે.

Niraj Patel