ગાયોના તબેલામાં ઘુસી હાથમાં લાકડી લઈને ગાય અને વાછરડાને મારી રહ્યો હતો આ વ્યક્તિ, પછી વાછરડાએ જે કર્યું તે જોઈને કહેશો, “કર્મનું ફળ મળ્યું !” જુઓ વીડિયો

એવું કહેવામાં આવે છે કે માણસે કરેલા કર્મોનું ફળ તેને ભોગવવું પડતું હોય છે. ઘણીવાર તમે એવી એવી ઘટનાઓ જોઈ હશે કે ખરાબ કામનું પરિણામ તે વ્યક્તિ તરત જ ભોગવી લેતો હોય છે. ઇન્ટરનેટ ઉપર એવા ઘણા બધા વીડિયો પણ જોવા મળતા હોય છે. એક માણસ સાથે પણ એવું જ થયું, તે ગાયને મારી રહ્યો હતો. પછી ગાયના વાછરડાએ તેની સાથે એવી રીતે  બદલો લીધો કે જોઈને તમે પણ હેરાન રહી જશો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ ગાયના તબેલામાં પ્રવેશે છે તેના હાથની અંદર એક લાકડી પણ છે, તે કઈ બોલે છે અને પછી ગાયને લાકડીથી મારે છે, ત્યારે જ ત્યાંથી એક વાછરડું પણ જતું જોવા મળે છે અને તે વ્યક્તિ વાછરડાને પણ મારવા માટે લાકડી ઉગામે છે.

પરંતુ ત્યારે જ વાછરડું પોતાના બંને પગ હવામાં ઉછાળી અને તે વ્યક્તિને એવી જોરદાર લાત મારે છે કે તે વ્યક્તિ સીધો જ જમીન ઉપર પછડાય છે, તેના કપડાં ઉપર છાણ પણ લાગી જાય છે. આ ઘટનાને ત્યાં રહેલા કોઈ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને પછી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ વાયરલ થઇ ગયો.

આ વીડિયોને માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર ઉપર અપલોડ કરવામાં આવ્યો છે, વીડિયો પોસ્ટ કર્યા બાદ અત્યાર સુધી આ વીડિયોને 37 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે, સાથે જ 92 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કર્યો છે. આ ઉપરાંત ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ વ્યક્તિને તેના કર્મોનું ફળ તરત જ મળી ગયું.

Niraj Patel