ખબર

આ વ્યક્તિ સ્નેટાઇઝરની ચોરી કરી રહ્યો હતો, સીસીટીવીની જોતા જ કર્યું કંઈક આવું, જુઓ વિડીયો

કોરોના વાયરસ ફેલાવવાની સાથે જ બજારની અંદર હેન્ડ સૅનેટાઇઝરની માંગ ખુબ જ વધવા લાગી ગઈ. હવે સામાન્ય શાકભાજીની દુકાનથી લઈને મોટા મોલ સુધીના લોકો સૅનેટાઇઝર પાસે જ રાખવા લાગ્યા છે. બજારની અંદર અલગ અલગ પ્રકારના સૅનેટાઇઝર પણ હવે ઉપલબ્ધ છે તો ઘણા લોકો સૅનેટાઇઝરમાં પણ કંજુસી કરે છે. બીજા પાસે રહેલું સૅનેટાઇઝર વાપરવાનો આગ્રહ પણ રાખતા હોય છે. પરંતુ આ બધા વચ્ચે સેનાઅતીઝર ચોરીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Image Source

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની અંદર એક વ્યક્તિ સૅનેટાઇઝર ચોરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો જ્યાં  સૅનેટાઇઝર ચોર્યા બાદ તેની નજર ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા ઉપર પડે છે તે તરત જ તે બોટલમાં પાછું નાખી દે છે. આ વિડીયો ફેસબુકના એક પેજ ઉપર ગુરુવારે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને હવે તે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વિડીયો ખુબ જ રસપ્રદ લાગી રહ્યો છે.

Image Source

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ફોન ઉપર વાત કરવાનો અભિનય કરે છે અને પોતાની લૂંગીની અંદરથી સૅનેટાઇઝરની ખાલી શીશી બહાર કાઢે છે અને તેન બાલ્કનીમાં રાખેલી ભરેલી શીશીમાંથી ભરી લે છે. તેન લાગે છે કે કોઈ તેને જોઈ નથી રહ્યું અને એ દરમિયાન જ તે ત્યાંથી નીકળવા માટે જાય છે. ત્યારે જ તેની નજર સીસીટીવી કેમેરા ઉપર પડે છે. તો તે જલ્દી જ માસ્ક લગાવીને પછી ચોરેલું સૅનેટાઇઝરને પાછું એજ બોટલની અંદર ખાલી કરી બોટલને લૂંગીમાં છુપાવી લે છે અને કેમેરામાં દૂરથી જ બતાવે છે કે તેન બધું જ સૅનેટાઇઝર બોટલમાં નાખી દીધું છે.

જુઓ તમે પણ આ મજેદાર વિડીયો:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.